ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં શોક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કચ્છથી રાજકોટ સાળીની પુત્રીના લગ્નમાં આવેલ યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગત મુજબ, કચ્છના મેઘપર ગામે રહેતા દિલીપભાઈ દામજીભાઈ ચૌહાણ ઉ.45 ગઈકાલે રાજકોટમાં સંતકબીર રોડ પર ગઢીયાનગરમાં રહેતાં સસરાના ઘરે આવ્યાં હતો સાળીની પુત્રીના લગ્નમાં આવ્યા હોય જેથી ગત સવારે રતનપરમાં થયેલ સમુહલગ્નમાં હાજરી આપી હતી અને સાળીની પુત્રીની વિદાય કરી રાતના સસરાના ઘરે પહોંચ્યા હતાં
- Advertisement -
અંહી રાત્રે નવેક વાગ્યાની આસપાસ હાર્ટ એટેક આવતાં બેભાન થઈ ઢળી પડયા હતાં જેથી તાકીદે સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અંહી મોત નિપજયું હતું. બનાવની જાણ થતા થોરાળા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહ કરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક કડીયાકામ કરતા અને ત્રણ ભાઈ-બહેનમાં મોટા હોવાનું અને ત્રણ સંતાન હોવાનું જાણવા મળ્યું છે બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.