ટંકારાના ખીજડીયાથી ખાનપર ઘુનડા જવાના રોડ ઉપર મેઘપર ઝાલા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલો કપાસ ભરેલો ટ્રક અચાનક જીવતા વાયરને અડી જતાં કપાસના જથ્થામાં આગ ભભુકી ઉઠી હતી જે ઘટનાને પગલે ટ્રકચાલકે ટ્રક ત્યાં જ રોકી દઈને ફાયર વિભાગમાં જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ટંકારા નજીક આવેલ ખાનપર ઘુનડા રોડ પરથી કપાસ ભરીને જતો એક ટ્રક અચાનક જીવતા વાયરને અડી ગયો હતો.જેના કારણે કપાસના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી જેને પગલે મોરબી ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો અને આગ કાબુમાં આવ્યા બાદ સળગેલ કપાસ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ પહતી. આગના બનાવ સમયે ફાયરની ટીમ વહેલી તકે પહોંચી જતા મોટી દુર્ઘટના થતા સહેજમાં ટળી હતી.
ટંકારાના ખાનપર ઘુનડા રોડ ઉપર કપાસ ભરેલો ટ્રક જીવંત વાયરને અડી જતા આગ ભભૂકી

You Might Also Like
Follow US
Find US on Social Medias