ધૂમ્મસનાં કારણે એક પછી એક 30 જેટલાં વાહન અથડાયા: ટ્રાફિક જામ થતાં પોલીસ ટીમ દોડી ગઈ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
માળિયા અમદાવાદ હાઇવે ઉપર અણિયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે એક પછી એક 30 વાહનો અથડાતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે ચાર વ્યક્તિ સામાન્ય ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણિયારી ટોલનાકા નજીક ગાઢ ધુમ્મસને કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી જેમાં એક પછી એક નાના મોટા 30 વાહનો અથડાતા હાઈવે ઉપર બંને તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. આ દરમિયાન અકસ્માતોની ઘટના અંગેની જાણ થતાં જ મોરબી જીલ્લા ટ્રાફિક અને માળીયા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.