ભાઈ બહેનના પ્રેમનો સૌથી મોટો તહેવાર એટલે રક્ષા બંધન, આજે દેશભરની કરોડો બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધશે, આ વર્ષે 200 વર્ષ બાદ શુભ સંયોગ બની રહ્યો છે.
રક્ષાબંધન 11મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આજના દિવસે બહેનો પોતાના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધશે. એવામાં જ્યોતિષો કહી રહ્યા છે કે આ વર્ષે 200 વર્ષ બાદ શુભ સંયોગ બન્યો છે.
- Advertisement -
200 વર્ષ બાદ શુભ સંયોગ
નોંધનીય છે કે ગુરુદેવ બૃહસ્પતિ અને શનિ વક્રી અવસ્થામાં પોતપોતાની રાશિઑમાં છે, ગ્રહોમાં આવો અદ્ભુત સંયોગ 200 વર્ષ બાદ બની રહ્યો છે. આ વખતે રક્ષાબંધન પર શંખ અને હંસ નામના રાજયોગ પણ બની રહ્યા છે. જેના કારણે મહત્વ હજુ વધી જાય છે. જે લોકો 12મી તારીખે રક્ષાબંધન ઉજવવાનું વિચારી રહ્યા છે તેઓ પાસે સવારના 7 વાગીને 6 મિનિટ સુધીનો જ સમય છે, જે બાદ પૂનમ સમાપ્ત થઈ જાય છે.
રક્ષા બંધન પર શુભ મુહૂર્ત:
1. અભિજીત મુહૂર્ત: બપોરે 12થી 12.53 સુધી
2. વિજય મુહૂર્ત: બપોરે 2.39થી 3.32 વાગ્યા સુધી
3. અમૃત કાળ: સાંજના 6.55થી 8.20 સુધી