ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથના વેરાવળ એસ.ટી. ડેપો ખાતે ” શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેન અંતર્ગત વિનોબા વિદ્યામંદિર સિમાર – કિડીવાવની વિદ્યાર્થિનીઓ દ્વારા શહેરી નાટક તેમજ સ્વચ્છતા રેલી કાઢી કાઢવામાં આવી હતી તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વેરાવળ ડેપો મેનેજર દિલીપભાઈ શામળા તેમજ વિદ્યાર્થીનીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા હતાં.અને વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે જાગૃતતા સંદેશ આપ્યો હતો.
વેરાવળ એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતતાનો સંદેશ આપી રેલી યોજી
