રાત્રે 9.27 મીનીટે 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ભૂકંપનુ કેન્દ્રબિંદુ પાલિતાણાથી 21 કિમી દૂર વેસ્ટ નોર્થ વેસ્ટ નોંધાયુ હતુ..
ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા છે . રાત્રે 9.27 મીનીટે 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ભૂકંપનુ કેન્દ્રબિંદુ પાલિતાણાથી 21 કિમી દૂર વેસ્ટ નોર્થ વેસ્ટ નોંધાયુ હતુ..
- Advertisement -
ભયથી લોકો પોતાનાં મકાનમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા
પાલીતાણા તાલુકાનાં દુધાળા,ઘેટી ચોંડા, નાનિમાળ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો અનુભવ થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકો પોતાનાં મકાનમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આવ્યા હતા. જો કે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
બે મહિના પહેલા પણ ભાવનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
- Advertisement -
બે મહિના પહેલા 9 એપ્રિલનાં રોજ પણ ભાવનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. શહેરનાં ભડી અને ઉખરલાની વચ્ચેની જગ્યાએ ભૂંકપનું એપી સેન્ટર હતું. આ ભૂંકપ
ભૂકંપ આવે તો શું કરવું ?
-ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
-વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
-ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
-ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
-ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
-ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
-ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
-દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.