ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.08
જૂનાગઢ જિલ્લાના બીલખાના ઉમરાળા ગામની સીમ વિસ્તરામાં રવીવારે વેહલી સવારે શ્રમીક યુવાન શોચક્રીય સમયે એક ડાલામથા સિંહે હુમલો કરીને પીઠના ભાગે ગંભીર ઇજા પોહચી હતી ત્યારે પ્રથમ સારવાર બીલખા આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખદેડવામાં આવ્યો હતો સિંહના માનવ હુમલા ઘટના બનતા સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી સિંહને પાંજરે પુરાવાની માંગ કરી હતી. ઉમરાળા ગામની સિમ વિસ્તારમાં પરપ્રાંતીય ખેત મજુરી ગુજરાન ચલાવનાર અનિલભાઈ વેસુભાઈ વાસુનીયા ઉ.20 મૂળ નિવાસી મધ્યપ્રદેશ વાળા યુવાન રવિવારે સાવરે ગામની સિમ વિસ્તરામાં શોચક્રિયા સમયે અચાનક સિંહે હુમલો કરી દેતા શરીના પીઠ પાછળના ભાગે ઈજાઓ થવા પામી હતી
- Advertisement -
આ સિંહ હુમલાની ઘટનાની જાણ વન વિભાગને થતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને ત્યારે બાદ સક્કરબાગ ઝૂ ના વેટરનરી ડોક્ટર અને ટીમ દ્વારા સિંહની શોધખોળ કરીને સિંહનું રેસ્ક્યુ કરીને પાંજરે પુરાવામાં આવ્યો હતો અને ત્યાર બાદ લામડીધાર થાણા ખાતે મોકલી મોકલી આપવામાં આવેલ જયારે બીલખા વિસ્તારમાં અનેકવાર વાડી વિસ્તારોમાં વન્ય પ્રાણીના હુમલાના બનાવો બન્યા છે.ત્યારે માનવ હુમલા કરનાર વન્ય પ્રાણીને તાત્કાલિક દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે સિંહ હુમલા બાદ બીલખા આસપાસના ગામોમાં રહેતા લોકોમાં ભય ફેલાયો છે.