સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું એવોર્ડ આપી સન્માન કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રાજકોટના રેસકોર્સ ખાતે તા. 14 ને શનિવારના રોજ સમસ્ત રાવળદેવ સમાજની માતા-પિતા વિહોણી 7 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને વિશાળ ગ્રાઉન્ડ, મંડપ, જાન ઉતારા, સ્ટેજ, પાર્કિંગ તેમજ મહેમાનોને આવકારવા સહિતની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
- Advertisement -
આ સમૂહલગ્નમાં આયોજનમાં દીકરીઓને કરિયાવરમાં સોના-ચાંદીની વસ્તુ તેમજ ઘરવખરીની તમામ વસ્તુઓ સહિત 104 (180 નંગ એક દીકરીને) વસ્તુઓ આ દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવશે. તા. 14ના રોજ બપોરે 1 કલાકે જાન આગમન થશે. 2 કલાકે વરઘોડો તેમજ સાંજે 5-30 કલાકે હસ્તમેળાપ તેમજ 7-30 કલાકે ક્ધયા વિદાય થશે. આ સાથે આ લગ્ન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક તેમજ રાજકીય આગેવાનો, રાજકારણીઓ, સાંસદો તેમજ ધારાશાસ્ત્રી સહિત રાજકોટ જિલ્લા શહેર સહિત જિલ્લામાંથી મહાનુભાવો આ નવદંપતિઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે.
આ સાથે સમાજનું નામ રોશન કરતાં સમાજના રત્નોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ સમાજના નામી-અનામી કલાકારો લગ્નગીતો તેમજ ડાયરાની રમઝટ બોલાવશે. આ સાથે સમાજ માટે વ્યસન મુક્તિનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે.
આ સમૂહ લગ્નને સફળ બનાવવા મુખ્ય આયોજક પ્રમુખ ગોપાલભાઈ બોરાણા, રાજુભાઈ બોરાણા, મહેશભાઈ ગોહેલ, રાજેનભાઈ સોઢા, નરેશભાઈ મેર, નીરવભાઈ વાણીયા, સુનિલભાઈ પેથાણી, દિવ્યેશભાઈ ભોજક, મેહુલભાઈ ગોહેલ, લખમણભાઈ પરમાર, ધર્મેશભાઈ સોઢા, હરીશભાઈ જોગેલા, અમુભાઈ સોઢા, ખીમજીભાઈ સોઢા, કમલેશભાઈ મચ્છોયા, મનુભાઈ ગોહેલ, અંકિતભાઈ ગોહેલ, અંકિતભાઈ બોડા, દિપકભાઈ બોડા સહિત ટ્રસ્ટના કાર્યકરો જહેમત ઉઠાવશે.