ડીસીપી, એસીપી, પીઆઇ અને પીએસઆઇ સહિત 1000થી વધુ પોલીસ જવાનો તૈનાત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આજ થી પાંચ દિવસ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા રસરંગ લોકમેળાનો આજે સાંજના 4-30 વાગ્યે રાજયના પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવશે.લોકમેળામાં લોકોનાં મનોરંજન અને વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
- Advertisement -
લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે 3 ડીસીપી, 10 એસીપી, 28 પીઆઈ 81 પીએસઆઈ, 1067 પોલીસ, 77 એસઆરપી, સહીત 1266 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. સીસીટીવી કેમેરા સહિત 16 જેટલા વોચ ટાવર તૈનાત રહેશે.તેમજ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડ પણ તૈનાત રહેશે.પાકિટ અને મોબાઇલ ચોર અને મહિલાઓની છેડતી કરનાર પર વિશેષ ધ્યાન અપાશે.
- Advertisement -
રસરંગ લોકમેળામાં પાંચ દિવસ દરમ્યાન હૈયેહૈયુ દળાય તેટલી જનમેદની ઉમટી પડશે 12 લાખની જનમેદની આ પાંચ દિવસ દરમ્યાન લોકમેળાની રંગત માણશે.લોકમેળામાં સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ રાત્રીનાં 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.