ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં યોજાનારા આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈંઈઈ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમની કેપ્ટનશિપ રોહિત શર્માના હાથમાં રહેશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. આઈસીસી વર્લ્ડ કપ 2023 આગામી 5 ઑક્ટોબરથી ભારતની યજમાનીમાં શરૂ થવાનો છે. આજથી એક મહિના બાદ ચાહકો તેમની મનપસંદ ટીમને વર્લ્ડ કપમાં રમતા જોવા માટે આતુર છે. મોટાભાગના દેશોએ તેમના સ્કવોર્ડની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભારતીય ટીમે પણ આજે તેના સ્કવોર્ડની જાહેરાત કરી દીધી છે. ભારત 8 ઓક્ટોબરના રોજ ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના વર્લ્ડ કપ 2023 અભિયાનની શરૂઆત કરશે. ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ લીગ સ્ટેડમાં કુલ 9 મેચ રમશે. ભારતીય ટીમ તેની તમામ 9 લીગ મેચો અલગ-અલગ મેદાનો પર રમતી જોવા મળવાની છે. ભારતીય ટીમ અમદાવાદ, ધર્મશાલા, મુંબઈ દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, લખનૌ અને પુણેમાં પોતાની મેચ રમશે.
Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
- Advertisement -
— BCCI (@BCCI) September 5, 2023
વર્લ્ડકપ-2023 : ભારતના મુકાબલા
તારીખ વિરુદ્ધ સ્થળ
8 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા ચેન્નાઈ
11 ઓક્ટોબર અફઘાનિસ્તાન દિલ્હી
14 ઓક્ટોબર પાકિસ્તાન અમદાવાદ
19 ઓક્ટોબર બાંગ્લાદેશ પુણે
22 ઓક્ટોબર ન્યૂઝીલેન્ડ ધર્મશાલા
29 ઓક્ટોબર ઈંગ્લેન્ડ લખનૌ
2 નવેમ્બર ક્વોલિફાયર 2 મુંબઈ
5 નવેમ્બર સાઉથ આફ્રિકા કોલકાતા
12 નવેમ્બર ક્વોલિફાયર 1 બેંગલુરુ
15 નવેમ્બર સેમિફાઈનલ-1 મુંબઈ
16 નવેમ્બર સેમિફાઈનલ-2 કોલકાતા
19 નવેમ્બર ફાઈનલ અમદાવાદ
- Advertisement -
ટીમ ઇન્ડિયાની જાહેરાત
રોહિત શર્મા (કેપ્ટન)
શુભમન ગિલ
વિરાટ કોહલી
શ્રેયસ અય્યર
ઈશાન કિશન
સૂર્યકુમાર યાદવ
હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન)
કેએલ રાહુલ
રવિન્દ્ર જાડેજા
અક્ષર પટેલ
શાર્દુલ ઠાકુર
જસપ્રીત બુમરાહ
કુલદીપ યાદવ
મોહમ્મદ શમી
મોહમ્મદ સિરાજ