ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં વાહનો અને પબ્લીક ટ્રાન્સપોર્ટેશન વધવાની સાથે ટોલ ટેકસની આવકમાં પણ વધારો થયો છે. છેલ્લા 9 વર્ષમાં 91000 કિમી લાંબો નવો રસ્તો બન્યો છે એટલું જ નહી ટોલથી મળતી આવકમાં પણ ધરખમ વધારો થયો છે. પહેલા 4770 કરોડ રુપિયા રાજસ્વ મળતું હતું તે 9 વર્ષમાં વધીને 41342 કરોડ રુપિયા થયું છે. એટલું જ નહી સરકાર ટોલ રેવન્યુને 2030 સુધીમાં 1.30 લાખ કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્ય ધરાવે છે.
કેન્દ્રીય પરીવહનમંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર આર્થિક વર્ષ 2013-14માં દેશનું રોડ નેટવર્ક 91287 કિલોમીટર હતું જે હાલમાં 145240 કિમી સુધી પહોંચ્યું છે. આવી જ રીતે દેશના નેટર્વકમાં છેલ્લા 9 વર્ષમાં 59 ટકાનો વધારો થયો છે.મોદી સરકારની 9 વર્ષની ઉપલબ્ધિ પર આયોજીત સંમેલનમાં જણાવ્યું હતું કે આજે ભારતનું સડક નેટવર્ક અમેરિકા પછી દુનિયામાં બીજા સ્થાને છે.
- Advertisement -
સડક નિર્માણના ક્ષેત્રમાં ભારતે એક બે નહી સાત જેટલા વિશ્વરેર્કોડ બનાવ્યા છે. ટોલ ફી કલેકશન માટે ફાસ્ટેગ સિસ્ટમનો અમલ શરુ થયા પછી ટોલ પ્લાઝાઓ પર વાહનોની કતાર લાગવી બંધ થઇ છે. માત્ર 47 સેક્ધડમાં ટોલ પ્લાઝા પસાર કરી શકાય છે. નવાઇની વાત તો એ છે કે સરકાર આ સમય પણ ઘટાડીને 30 સેક્ધડ કરવા પગલા ભરી રહી છે.