આજે શેરબજારની નબળી શરૂઆતને કારણે સેન્સેક્સના 30માંથી માત્ર 2 શેરોમાં જ તેજી જોવા મળી રહી છે અને 28 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો હતો. તે જ સમયે,નિફ્ટીના શેરમાં 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
- Advertisement -
બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સ 432.71 પોઈન્ટ ઘટીને 57,557.19 પર પંહોચ્યો અને નિફ્ટી 113.35 પોઈન્ટ ઘટીને 17,000ની નીચે ટ્રેડ કરે છે.
આજે શેરબજારની નબળી શરૂઆતને કારણે સેન્સેક્સના 30માંથી માત્ર 2 શેરોમાં જ તેજી જોવા મળી રહી છે અને 28 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. નિફ્ટી વિશે વાત કરીએ તો 50 માંથી માત્ર 5 શેર જ લીલા નિશાનમાં છે જેમાં તેજી જોવા મળી રહી છે અને 45 શેર લાલ નિશાનમાં છે.
નિફ્ટીમાં પણ બજાર ખુલતાની સાથે જ 17000 ની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 39300 ના સ્તરની નીચે આવી ગયો છે. આઈટી શેરોમાં જોરદાર વેચવાલીથી શેરબજાર તૂટી રહ્યું છે.