-હાલ જે મશીન છે તેમાં નોટ નાખવાથી સિકકા મળે છે, નવા મશીનમાં ખાતામાંથી રકમ કટ થાય છે
હવે આમજનને સરળતાથી 1,2,5 અને 10 અને 20 રૂપિયાના સિકકા આસાનીથી ઉપલબ્ધ થશે. દેશના 12 શહેરોમાં ટુંક સમયમાં કોઈન વેડીંગ મશીનો લગાવવામાં આવશે. કોડ સ્કેન કરવાથી, ખાતામાંથી રકમ કટ થઈ તેના સિકકા મેળવી શકાશે.
- Advertisement -
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંતાદાસે મોનીટરી પોલીસી કમીટી (એમપીસી)ની બેઠકમાં જાહેરાત કરી હતી કે ટુંક સમયમાં જ 12 શહેરોમાં 19 સ્થળો પર કયુઆર કોડ આધારિત સિકકા વેન્ડીંગ મશીનો લગાવવામાં આવશે. અસલમાં તે પાયલોટ પ્રોજેકટ હશે, જે અંતર્ગત મશીન પર લાગેલા કયુઆર કોડને સ્કીન કરીને સિકકા કાઢી શકાશે. આથી સિકકા સરળતાથી મળી શકશે.
રિઝર્વ બેન્કના ગવર્નરના નિવેદન અનુસાર કોઈને વેન્ડીંગ મશીનો યુપીઆઈનો ઉપયોગ કરીને બેન્ક ગ્રાહકોના ખાતામાંથી પૈસા કાપીને સિકકા ઉપલબ્ધ કરાવશે. હાલ જે આવા મશીનો છે તેમાં નોટ નાખીને સિકકા કાઢી શકાય છે. આ પ્રોજેકટના અનુભવના આધારે બેન્કોને દિશા-નિર્દેશ મળશે.
કયુઆર કોડ આધારીત કોઈન વેન્ડીંગ મશીન શું છે?
કેટલીક ટોપ બેન્કોના સહયોગથી એક કયુઆર કોડ આધારિત કોઈન વેન્ડીંગ મશીન (કયુસીવીએમ) વિકસીત કરાયું છે. તે કેશલેસ કોઈને ડિસ્પેન્ચર છે જે યુપીઆઈના માધ્યમથી ગ્રાહકના બેન્ક ખાતામાંથી રૂપિયા કાપે છે અને તેના બદલામાં સિકકાનું વિતરણ કરે છે.
- Advertisement -
તે કેવી રીતે કામ કરે છે?
આ મશીનનો ઉપયોગ કરવા માટે નોટ નાખવાની કે તેની ચકાસણીની જરૂરત નથી હોતી. ગ્રાહક 1,2,5,10 અને 20 રૂપિયાના સિકકા જેટલી જરૂરત હોય તેટલા મશીનમાંથી કાઢી શકશે.
મશીન કયાં લોન્ચ કરાશે?
ટ્રાયલ પ્રોજેકટમાં 12 શહેરોમાં 19 સ્થળોએ આ મશીનો મૂકવામાં આવશે. તે રેલવે સ્ટેશન, મોલ અને માર્કેટ પ્લેસમાં લગાવવામાં આવશે.
આપણી ઈકો સીસ્ટમમાં સિકકાનું શું મહત્વ છે?
ભારતમાં 50 પૈસા સિવાય 1,2,5,10 અને 20 વર્ષના સિકકા ચલણમાં છે. આરબીઆઈ અનુસાર ગત વર્ષ 30 ડિસેમ્બરે 28857 કરોડના સિકકા ચલણમાં હતા.