-જેકેજીએફ-જમ્મુ એન્ડ કાશ્મીર ગઝનવી ફોર્સ જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃતિમાં સામેલ
-કેટીએફ-ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ઉદેશ પંજાબમાં આતંકવાદને પૂન:જીવિત કરવાનો
- Advertisement -
કેન્દ્ર સરકારે ગઈકાલે બે જુથો પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ભારત વિરોધી ગતિવિધીઓને લઈને હરવિંદરસિંહ સંધુ ઉર્ફે રિંદાને આતંકી જાહેર કરાયો છે. આ ઉપરાંત સરકારે જમ્મુ એન્ડ કાશ્મીર ગજનવી ફોર્સ (જેકેજીએફ) પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જેનું ગઠન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોનાં આતંકવાદીઓને લઈને કરાય છે.
ગૃહ મંત્રાલયની સુચના મુજબ જેકેજીએફ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરીનાં પ્રયાસો, માદક પદાર્થો અને હથીયારોની તસ્કરી આતંકવાદી હુમલા, સુરક્ષા દળોને ધમકી આપવામાં સામેલ રહ્યુ છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરનાં લોકોને ઉશ્કેરવા સોશ્યલ મીડિયા મંચનો ઉપયોગ કરતું આવ્યું છે.
કેટીએફ પર બાન
સરકારે ખાલીસ્તાન ટાઈગર્સ ફોર્સ (કેટીએફ) પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જેનો ઉદેશ પંજાબમાં આતંકવાદને પુનર્જિવીત કરવાનો છે. કેટીએફ 2011 માં અસ્તિત્વમાં આવ્યું હતું. જે પ્રતિબંધિત આતંકી સંગઠન છે જે બબ્બર ખાલસા ઈન્ટર નેશનલ સાથે જોડાયેલુ સંગઠન છે.
- Advertisement -
પંજાબ હુમલાનો માસ્ટર માઈન્ડ છે રિંદા
પંજાબનો હરવિંદરસિંહ સંધુ ઉર્ફે રિંદા આતંકી જાહેર થયો છે. હાલ તે પાકિસ્તાનનાં લાહોરમાં રહે છે અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલો છે. 2021 માં તે પંજાબ પોલીસનાં ઈન્ટેલીજન્સ હેડ કવાર્ટર પર હુમલાનો માસ્ટર માઈન્ડ મનાય છે. તેની સામે ઈન્ટર પોલની રેડ કોર્નર નોટીસ છે.



