ખાસ-ખબર સંવાદદાતા
કેશોદનાં કણેરી ગામે મજુરી કામ કરતાં પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદઈરાદાથી ભગાડી જનાર મૂળ શેરગઢનો હાલ કણેરી ગામનાં યુવક શિવમ ઉર્ફે શિવો કાળુભાઈ બાબરીયા વિરુદ્ધ યુવતીનાં પિતાએ તારીખ 6-9-2022નાં રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાના પિતાએ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ બાજુમાં આવેલા ત્રાગળશા પીરની દરગાહે મેળામાં ગયાં હતાં અને રાત્રીના દોઢ વાગ્યા સુધી બેઠાં હતાં પછી ઉંઘી ગયા બાદ વહેલી સવારે ચાર વાગ્યે સગીરાની માતા જાગી જતાં સગીરા ઘરે ન હોવાથી પોતાનાં પતિને જગાડી જાણ કરી હતી અગાઉ સગીરાને મુળ શેરગઢ નો હાલ કણેરી નો યુવાન શિવમ ઉર્ફે શિવો કાળુભાઈ બાબરીયા લઈ નાશી ગયેલ ત્યારે જ્ઞાતિ સમાજ નાં આગેવાનોની મધ્યસ્થીમા સમાધાન કરવામાં આવેલ હતું ફરીથી ઘટના બનતાં શિવમ ઉર્ફે શિવો કાળુભાઈ બાબરીયા નાં ઘરે તપાસ કરતાં હાજર ન હોવાથી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. કોળી દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આજરોજ કેશોદ શહેરમાં આવેલાં હોવાની માહિતી મળતા કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. કોળી હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી, યશવંતસિંહ યાદવ અને સંજયસિંહ દ્વારા સગીરા અને યુવકની ઓળખ કરી અટકાયતી પગલાં ભરવામાં આવ્યાં હતાં. કેશોદના કણેરી ગામની સગીરાને શિશુમંગલ ખાતે મોકલી આપવામાં આવનાર છે.