– ભારતીય એરટેલની વેબ-1 અને રિલાયન્સ જીઓ સાથે સ્પર્ધાની તૈયારી
ભારતમાં એક તરફ 5-જી મોબાઈલ ટેલિકોમ સેવા માટે જબરી ઉત્તેજના છે તે સાથે જ વિશ્વભરમાં સેટેલાઈટ મારફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડી રહેલી અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્ક કંપની સ્પેસ એક્સ દ્વારા ભારતમાં સ્ટારલીંક ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી મગાઈ છે.
- Advertisement -
અગાઉ વેબ-1 અને રિલાયન્સ જીઓએ પણ સેટેલાઈટ મારફત કેન્દ્ર પાસેથી હાઈસ્પીડ સ્પેસ ઇન્ટરનેટ સર્વિસની મંજૂરી માગી છે. સ્પેસએક્સ દ્વારા ભારતીય ટેલિકોમ વિભાગ પાસે એક ગ્લોબલ મોબાઈલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઈટ સર્વિસ જે એક મહત્વાકાંક્ષી સંદેશા વ્યવહાર પ્રોગ્રામ છે તે માટે મંજુરી માગી છે અને આ માટે સ્પેસએક્સના ખાસ ઉપગ્રહ ભારતીય આકાશમાં ગોઠવાશે અને સ્ટાર લીંક બ્રાન્ડ હેઠળ બ્રોડબેન્ડ સહિતની સેવા આપી શકે છે.
આ માટે સ્પેસએક્સ અને ભારતી એરટેલની વેબ-1 તથા રિલાયન્સ જીઓ વચ્ચે જબરી સ્પર્ધા થાય તેવી શક્યતા છે. જો કે મસ્કની કંપનીનો આ કાર્યક્રમ અત્યંત સંવેદનશીલ છે. અને તેના કારણે ભારત સરકાર આ અમેરિકી કંપનીને મંજૂરી આપે કે કેમ તે પ્રશ્ન છે પરંતુ જો સરકાર મંજૂરી આપે તો ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે એક નવી ક્રાંતિ આપશે.
અગાઉ સ્ટારલીંક દ્વારા ભારતમાં કેટલાક સેટેલાઈટ ઇન્ટરનેટ સેવાની લીંક અપાય હતી પરંતુ તેમાં લાયસન્સ મેળવેલ ન હોવાથી તૂર્ત જ તે પાછી ખેંચી લેવાઈ હતી અને તેના જે બુકીંગ થયા હતા તેના નાણા પણ પરત આપવા પડ્યા હતા. હવે સ્ટારલીંક સત્તાવાર રીતે પ્રવેશવા માગે છે.
- Advertisement -