મૃતકના મિત્રએ જ હત્યા કરી હોવાની શંકા, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના એપી સેન્ટર ગણાતા રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે ત્યારે શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ સ્વાતિ પાર્ક નજીક ગીત ઇન્ડસ્ટ્રીઝમાં ઓરડી નજીક પરપ્રાંતીય યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. મૃતકના મિત્રએ જ હત્યા કરી હોવાની શંકા ઉપજી છે. બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડોગ સ્કવોર્ડ તેમજ ઋજકની મદદ લઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
આજે વહેલી સવારે શહેરના કોઠારીયા મેઈન રોડ સ્વાતિપાર્ક નજીક આવેલી ગીતા ઇન્ડસ્ટ્રીઝ એરિયાની ઓરડી પાસે પરપ્રાંતીય યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ 108ના ઊખઝ ભાવેશભાઈ ભીલ અને પાયલોટ જયેશભાઈ કોડિયાતર તેમજ આજીડેમ પોલીસ મથકના ઙઈં વી.જે.ચાવડા અને ઙજઈં સિંધવ તેમજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનને મોઢા પર તેમજ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
મૃતકનું નામ સુરેશ રાજેન્દ્રભાઈ ભુઈ (ઉ.વ.21) હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. યુવક પોતે મૂળ ઓરિસ્સાનો વતની હોવાનું અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.