ટોળકીએ યુવાન પાસેથી 400 રૂપિયા તેમજ મોબાઈલ લઈ લીધો
યુનિવર્સિટી પોલીસે ચાર શખ્સોને સકંજામાં લઈ તપાસ હાથ ધરી
- Advertisement -
કુવાડવા રોડ પરની સોસાયટીમાં રહેતા 21 વર્ષના કોલેજીયન વિદ્યાર્થીએ ‘ગે’ને લગતી એક એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં એક અજાણ્યા શખ્સે એપ્લિકેશનમાં મેસેજ કરી તેને રૂબરૂ મળવા બોલાવ્યો હતો. આથી યુવક ‘ગે’ પાર્ટનર સમજી મળવા ગયો તો તેને આવાસ યોજનાના ક્વાર્ટરના એક રૂમમાં લઇ જવાયો હતો. અહીં રૂમમાં અન્ય ત્રણ શખસ પણ હતા. બાદમાં ચારેય શખસે યુવકને ગોંધી રાખી રૂ.400 પડાવી લીધા હતા અને અર્ધનગ્ન હાલતમાં તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાઇરલ નહીં કરવા બદલ રૂ. 50 હજારની માગણી કરી હતી. બાદમાં યુવકને છોડી દેતા આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કૃત્ય કરનાર ચાર શખ્સની ટોળકીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.