ટ્રક ભંગારમાં વેચવાના મામલે પાંચ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢનાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. વંથલીનાં ધણફૂલિયામાં ટ્રક પરબારો ભંગારમાં વેંચી એક લાખ રૂપિયા કટકટાવી લેનાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.વંથલી પોલીસ સ્ટેશનનાં પાંચ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તોડબાદ પોલીસનાં કારણે સમગ્ર પોલીસની છબી ખરડાઇ રહી છે. રાજકોટમાં ખંડણી વસુલી અને તોેડનાં અનેક કિસ્સા બન્યાં છે. વંથલી પોલીસ દ્વારા પણ તોેડ કરતા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. વંથલીનાં ધણફૂલિયાનાં જગદીશભાઇ સોલંકીનો ટ્રક પોલીસે પકડ્યો હતો,બાદ આ ટ્રક ધોરાજી ભંગારમાં વેચી એક લાખ પોલીસને પોતાનાં ખીસ્સામાં નાખી દીધા હતાં. આ અંગે રજુઆત થતા વંથલી પોલીસનાં પાંચ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.