સેવાસેતુ કાર્યક્રમમાં સ્થળ પર વિવિધ કામ કરવામાં આવ્યા
ખાસ ખબરસંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા વધેે તેમજ વ્યક્તિલક્ષી ઉકેલ ઝડપથી થાય તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. મેંદરડા તાલુકાની નાગલપુર પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો છે. જેમાં આલીધ્રા, દાત્રાણા, નાગલપુર, ખીમપાદર, ખડપીપળી અને મીઠાપુર ગામનાં લોકોએ ભાગ લીધો હતો. તેમજ સેવાસેતુ કાર્યક્રમમાં હરેશભાઇ ઠુમર અને ટીમ હાજર રહી હતી. આ ઉપરાંત માળિયા હાટીના તાલુકાની જુથળ પ્રાથમિક શાળા ખાતે જુથળ, ગળોદર, પીખોર, ગાંગેચા, ભંડુરી, અવાણિયા, પાણીધ્રા, વડાળા, લાઠોદ્વા, આંબેચા, વડીયા અને વિસણવેલ ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.