By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    9 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    9 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    9 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    9 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    11 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    11 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ: પત્રોથી લઈ પૂર્તિઓ સુધી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ: પત્રોથી લઈ પૂર્તિઓ સુધી…
Bhavy Raval

ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ: પત્રોથી લઈ પૂર્તિઓ સુધી…

Khaskhabar Editor
Last updated: 2022/04/30 at 5:06 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સાહિત્ય + પત્રકારત્વ = સાહિત્યિક પત્રકારત્વ

લેખક, કવિ, વાર્તાકાર, નવલકથાકાર કે કટાર લેખક સૌ પ્રથમ સાહિત્યિક પત્રકાર તરીકે ઓળખાવો જોઈએ

- Advertisement -

ગુજરાતી પત્રકારત્વ
બે સદીની લેખનયાત્રા
– ભવ્ય રાવલ

સાહિત્યને લગતું પત્રકારત્વ એટલે સાહિત્યિક પત્રકારત્વ. સાહિત્યિક રીતે ખેડાતું પત્રકારત્વ એટલે સાહિત્યિક પત્રકારત્વ. સાહિત્યની સામગ્રીનો ઝડપથી પ્રસાર-પ્રચાર કરે એવું પત્રકારત્વ એટલે સાહિત્યિક પત્રકારત્વ. સાહિત્યિક પત્રકારત્વ સર્જકો, સાક્ષરો અને સામાન્યજન સાથે જોડાયેલું પત્રકારત્વ છે. ગુજરાતી પત્રકારત્વ જેટલું જ ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ જૂનું છે. ગુજરાતી પત્રકારત્વની બે સદીની યાત્રામાં સાહિત્યિક પત્રકારત્વ પત્રો, ચોપાનીયાં, વિચારપત્રો, સામયિકોથી લઈ અખબારોની પૂર્તિઓમાં છપાતું આવ્યું છે. ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વનું ફલક અખબારો, એમની સાપ્તાહિક પૂર્તિઓ ઉપરાંત પાક્ષિક, માસિક, દ્વૈમાસિક, ત્રૈમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક અને અનિયતકાલિન જેવા સામયિકતા પર આધારિત પ્રકારોમાં ફેલાયેલું છે. એ જ રીતે સાહિત્યિક સંસ્થાઓના મુખપત્રો અને વિશેષાંકો સુધી પણ તે પ્રસરાયેલું જોવા મળે છે. ગુજરાતી પત્રકારત્વના આરંભની સાથે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની પણ શરૂઆત થઈ ચૂકી હતી તો પણ ગુજરાતી પત્રકારત્વમાં જ્યારે સાહિત્યને લગતા ખાસ સામયિકો પ્રસિદ્ધ થવાના શરૂ થયા ત્યારે, ગુજરાતી પત્રકારત્વના આશરે સો વર્ષ બાદ ગુજરાતી ભાષાના સામયિકોમાં સાહિત્યિક પત્રકારત્વની સુવ્યવસ્થિત શરૂઆત થઈ હતી તેમ કહી શકાય.

ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ સૌ પ્રથમ પત્રો કે ચોપાનીયાંમાં છૂટું છવાયું આવતું ગયું, પછી સાપ્તાહિકો કે દૈનિકોમાં ક્યારેક ક્યારેક જોવા મળતું અને પછી ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વના ખાસ સામયિકો જ બહાર પડવાના શરૂ થયા જેમાં માત્રને માત્ર સાહિત્યલક્ષી સામગ્રીઓ આવતી. વિશિષ્ટ કે વિધવિધ વિષયો આધારિત સામયિકોએ ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની દિશા-દશાને નવો આયામ આપ્યો. એક સમય એવો આવ્યો જ્યારે સામયિકોથી પ્રેરાઈને અખબારોએ સાહિત્યલક્ષી સામગ્રીઓ આપતી પૂર્તિઓ બહાર પાડવાનું શરૂ કર્યું. અખબારોમાં સમાચારલક્ષી સામગ્રી આવે, અખબારોની પૂર્તિમાં સાહિત્યલક્ષી સામગ્રી આવે. પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વ બંને દરરોજ વર્તમાનપત્રોમાં પ્રકાશિત-પ્રસિદ્ધ થવા લાગ્યું. આમ એમ પણ કહી શકાય, ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વના વિસ્તારમાં જેટલો ફાળો સામયિકોનો છે તેટલો જ ફાળો અખબારોની વિવિધ વારે-દિવસે આવતી પૂર્તિઓનો પણ છે.

- Advertisement -

દૈનિકોમાં દરરોજ આવતી સાહિત્યલક્ષી પૂર્તિઓથી ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વને વિકસવાની શક્યતાઓ ઉત્તરોત્તર વધતી ગઈ. પત્રો, ચોંપાનીયાં પછી વર્તમાનપત્રોનું પ્રકાશન અને ત્યારબાદ સાહિત્યિક સામયિકો જેવા વિવિધ તબક્કાઓમાંથી પસાર થયા પછી અખબારોની પૂર્તિઓ દ્વારા ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વનો ઉદ્દભવ અને વિકાસ વધુ ઝડપી શક્ય બન્યો.

ગુજરાતી સમસામયિક પત્રકારત્વના ઉદ્દભવ અને વિકાસ થયા બાદ અનેકવિધ વિષયોને અનુલક્ષીને અનેક-વિષયલક્ષી પત્રકારત્વ વિકસ્યું. ગુજરાતી અખબારોએ સાહિત્યિક પત્રકારત્વની વિશેષ પૂર્તિઓમાં ધારાવાહિક નવલકથા, લઘુકથા, વાર્તા, નાટક, નિબંધ, ગીત, ગઝલ, કવિતા, કાવ્ય-આસ્વાદ, સર્જક-પરિચય, મુલાકાત, ગ્રંથસમીક્ષા, પુસ્તક પરિચય, પ્રવાસ વર્ણન, કટારલેખન વગેરે.. વગેરે.. સાહિત્યના સ્વરૂપો પ્રસિદ્ધ કરવાના શરૂ કર્યા. ગદ્ય અને પદ્યને આવરી લેતા સાહિત્યના સંપૂર્ણ સ્વરૂપો સામયિકોની સાથે દૈનિકોની સાપ્તાહિકો પૂર્તિઓમાં આવવા લાગ્યા.

ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વએ સાહિત્યનાં તમામ અંગોને વિકસાવવા-ખીલવવામાં પુરુષાર્થ કર્યો તો એ પુરુષાર્થમાં પડદા પાછળની ખરી મહેનત ગુજરાતી વર્તમાનપત્રોની રહી. અખબારોએ તેની પૂર્તિના પાનાંઓ પર નવાસવાથી લઈ સિદ્ધહસ્ત સર્જકોની પ્રતિભા પારખીને લેખન કરવાની તક આપી, સાથે જ દરરોજથી લઈ દર અઠવાડિયે લાખો વાંચકોનું સીધેસીધું મંચ પૂરું પાડ્યું. સામયિકોની શબ્દ અને સમયની મર્યાદા અખબારોની પૂર્તિઓમાં દૂર થઈ જતા સાહિત્યિક પત્રકારો અને સાહિત્યિક પત્રકારત્વને મોકળું મેદાન મળી ગયું. ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વના ઉદ્દભવ બાદ તેના વિકાસમાં અખબારની સરખામણીએ સામયિકોએ અહમ ભૂમિકા ભજવી હતી, આજે આ મામલામાં સામયિકો કરતા અખબારો આગળ નીકળી ગયા છે.

ગુજરાતી સાહિત્યના લગભગ તમામ પ્રમુખ લેખકો સાહિત્યિક પત્રકાર તરીકેની ભૂમિકામાં જોવા મળ્યા છે. ઘણા સાહિત્યકાર, લેખક, કવિ, વિવેચક, નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક સૌ પ્રથમ એક પત્રકાર હતા. સાહિત્ય અને પત્રકારત્વના પરસ્પર સહયોગને પરિણામે નર્મદ, ગાંધીજી, મેઘાણી, મુનશી, ચુનીલાલ મડિયા, અમૃતલાલ શેઠ, કરસનદાસ માણેક, મહાદેવભાઈ દેસાઈ, જયંતી દલાલ, ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર, ભગવતીકુમાર શર્મા, મોહનલાલ મહેતા, હરીન્દ્ર દવે, રાધેશ્યામ શર્મા, ઈન્દુલાલ યાજ્ઞિક, લાભશંકર ઠાકર, સુરેશ જોશી, ભૂપતભાઈ વડોદરિયા, દેવેન્દ્ર પટેલ, કાંતિ ભટ્ટ વગેરે લેખકો – પત્રકારોની એક આખી પેઢી આપણને પ્રાપ્ત થઈ છે.

ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોના મૂળિયાં ગુજરાતી અખબારો-સામયિકોમાંથી નીકળે છે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. મારા મત મુજબ ગુજરાતી ભાષાનો લેખક, કવિ, વાર્તાકાર, નવલકથાકાર કે કટારલેખક સૌ પ્રથમ સાહિત્યિક પત્રકાર તરીકે ઓળખાવો જોઈએ. અંતે તો ક્યારેકને ક્યારેક કોઈ પત્રકાર લેખક જેવું લખી બેસતો હોય છે અને ક્યારેકને ક્યારેક કોઈ લેખક પત્રકાર જેવું લખી બેસતો હોય છે અને આ રીતે ક્યારેકને ક્યારેક સાહિત્યિક પત્રકારત્વ થઈ જતું હોય છે.

સાહિત્ય + પત્રકારત્વ = સાહિત્યિક પત્રકારત્વ. લેખક + પત્રકાર + સાહિત્યિક પત્રકાર. પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચે ગાઢ સંબંધ હોવા છતાં પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચે પાતળી ભેદ રેખા છે. પત્રકારત્વ ઉતાવળે લખાતું સાહિત્ય કહેવાયું છે તો સાહિત્ય નિરાંતે લખાતું લેખન કહેવાયું છે. પત્રકારત્વમાં મહત્તમ વાસ્તવિકતાનું જ નિરૂપણ થતું હોય છે જ્યારે સાહિત્યિક પત્રકારત્વમાં મહત્તમ કલ્પનાનું નિરૂપણ થતું હોય છે. પત્રકારત્વનો આધાર હકીકત છે અને સાહિત્યનો આધાર કલ્પના છે. પત્રકારત્વ એટલે એવું લખાણ જે સમાચાર આપે, સમજાવે અને એની સમીક્ષા કરે જ્યારે સાહિત્યિક પત્રકારત્વ એટલે એવું લખાણ જેમાં સર્વકાળ અને સર્વસ્થળના ભાવકોને આનંદ આપે એવા વિચારોની અભિવ્યક્તિ અને આકૃતિ હોય. પત્રકારત્વમાં જે જોયું, જે જાણ્યું તે જણાવ્યું જેવો ઘાટ હોય છે, સાહિત્યિક પત્રકારત્વમાં જે વિચાર્યું, જે સૂજ્યું તે અભિવ્યક્ત કર્યું જેવો ઘાટ હોય છે. પત્રકારત્વની વ્યાખ્યા – અર્થ નિશ્ચિત છે. સાહિત્યિક પત્રકારત્વની વ્યાખ્યા – અર્થ વિશાળ છે. પત્રકારત્વમાં સમાચાર વાસી થઈ જાય છે, સાહિત્યિક પત્રકારત્વમાં કોઈ વાર્તા કે કવિતા વાસી થતી નથી. પત્રકારત્વમાં સમય અને શબ્દની મર્યાદા છે જ્યારે સાહિત્યિક પત્રકારત્વમાં સમય અને શબ્દની મર્યાદાનો બાધ નથી. પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વને ભાષા – શબ્દો સાથે સીધો સંબંધ છે, બંનેની રજૂઆત ભાષા વડે જ થાય છે, બંનેમાં શબ્દોનું અનેરું મહત્વ છે. ભાષા એ જનની છે, આ જનનીના બે જોડિયા પુત્રો પત્રકારત્વ અને સાહિત્ય છે. પત્રકારત્વ અને સાહિત્યના મિલનથી જન્મે છે, સાહિત્યિક પત્રકારત્વ.

વધારો : ગુજરાતી પત્રકારત્વની બે સદીની સફર એ જગ્યા પર આવી પહોંચી છે જ્યાં પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વનું મિલન થઈ ચૂક્યું છે. પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વની ભેળસેળ અખબારો-સામયિકોમાં જોઈ શકાય છે. સમાચારના મથાળાઓમાં કવિતાઓ અને સાહિત્યિક લેખોમાં સમાચાર જોવા મળે છે! બોલચાલની ભાષા હવે પત્રકારત્વમાંથી કૂદીને સાહિત્યિક પત્રકારત્વમાં પ્રવેશી ચૂકી છે. આજે માત્ર સાહિત્યના સામયિકો કે પૂર્તિઓમાં જ નહીં, અખબારોમાં પણ સાહિત્યિક પત્રકારત્વ જોઈ શકાય છે અને આજે માત્ર અખબારોમાં જ નહીં, સામયિકો કે પૂર્તિઓમાં પણ પત્રકારત્વ જોઈ શકાય છે. આ દરમિયાન એક વિશેષ નોંધનીય બાબત એ છે કે, સામયિકોમાંથી સાહિત્યિક પત્રકારત્વ ગાયબ થઈ રહ્યું છે અને અખબારોની પૂર્તિમાં પ્રગટી રહ્યું છે. સામયિકોમાંથી સાહિત્યિક પત્રકારત્વ ગાયબ થઈ રહ્યું છે તો તેની જગ્યાએ શું પ્રસિદ્ધ થઈ રહ્યું છે? જવાબ છે – જાહેરખબરો!

You Might Also Like

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

રાજકોટના સીઝર મિલન: ચિરાગ રાવલ

કાળી ધોળી રંગાવલ્લી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love1
Sad0
Happy2
Angry0
Wink0
Previous Article તામસી, રાજસી અને સાત્ત્વિક દાન: એક રાજકુમાર અને બે ઘડાં
Next Article સંતોને પણ જાગ્યો સંપત્તિનો મોહ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Ravalરાજકોટ

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?