મેટાએ આ જાહેરાત ત્યારે કરવી પડી છે, જ્યારે તે ખુદ બાળકોને નુકસાન કરવાના મામલામાં ફસાયું છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈન્સ્ટાગ્રામે ગઈકાલે જણાવ્યું હતું કે, જો બાળકો વારંવાર ખુદને નુકસાન પહોંચાડતા શબ્દોને વારંવાર ખુદને નુકસાન પહોંચાડતા શબ્દોને વારંવાર શોધે છે તો તે તરત માતા-પિતાને એલર્ટ કરશે.
જો કે, આ એલર્ટ માત્ર એ માતા-પિતાને મોકલવામાં આવશે જે ઈન્સ્ટાગ્રામના પેરેન્ટ સુપરવિઝન પ્રોગ્રામમાં રજીસ્ટર્ડ છે. ઈન્સ્ટાગ્રામનું કહેવું છે કે, તે પહેલાથી કિશોરોના ખાતાના સર્ચ પરિણામોમાં આ પ્રકારની સામગ્રીને પ્રદર્શિત થતા રોકે છે અને તેના બદલે લોકોને હેલ્પલાઈન નિર્દેશ કરે છે.
આ એલર્ટ ઈ-મેલ ટ્રેકટર કે વોટસએપના માધ્યમથી મોકલવામાં આવશે, જે વાલી (પેરેન્ટસ)ની ઉપલબ્ધ સંપર્ક જાણકારી પર નિર્ભર રહેશે, સાથે સાથે વાલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી પણ એક સૂચના મોકલવામાં આવશે.
આ એલર્ટ આગામી વીકમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં ઈન્સ્ટાગ્રામના પેરેન્ટલ સુપરવિઝન ટુલનો ઉપયોગ કરનાર વાલીઓ માટે ઉપલબ્ધ થઈ જશે અને આ વર્ષના અંતમાં અન્ય ક્ષેત્રોમાં ઉપલબ્ધ થઈ જશે.
મેટાએ આ મામલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે, અમારું લક્ષ્ય માતા-પિતાને સશકત બનાવવાનું છે. એટલા માટે કે જો તેમના બાળકોના સર્ચથી ખબર પડે છે કે તેમને સહાયતાની જરૂૂર પડી શકે છે. તેઓ તે હસ્તક્ષેપ કરી શકે. અમે બિનજરૂૂરી રીતે એ સૂચનાઓ આપવાથી પણ બચવા માંગીએ છીએ. કારણ કે તેમને વારંવાર મોકલવામાં આવે તો આ સૂચનાઓ ઓછી ઉપયોગી થઈ શકે. ઉલ્લેખનીય છે કે, મેટાની આ જાહેરાત તેવા સમયે આવી છે, જયારે મેટા બાળકોને નુકસાન પહોંચાડતા કેસોમાં ફસાયું છે, લોસ એન્જલ્સમાં ચાલી રહેલા કેસોમાં એ સવાલ ઉઠાવાયો છે કે શું મેટાનું પ્લેટફોર્મ જાણી જોઈને સગીરોને નશાના વ્યસની બનાવી તેમને નુકસાન પહોંચાડે છે.
ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ, એન્ડી બરોઝે જણાવ્યું હતું કે આ જાહેરાત જોખમો ધરાવે છે અને તેઓ ચિંતિત છે કે માહિતી દબાણ કરવાથી ફાયદા કરતાં વધુ નુકસાન થઈ શકે છે. બરોઝ કહે છે કે દરેક માતાપિતા જાણવા માંગે છે કે તેમનું બાળક નારાજ છે કે નહીં, પરંતુ આ સુપરફિસિયલ સૂચનાઓ માતાપિતાને નર્વસ અને ભવિષ્યમાં આવનારી સંવેદનશીલ અને મુશ્ર્કેલ વાતચીતો માટે તૈયાર ન બનાવી શકે છે.
મેટા કહે છે કે માતાપિતાને તેમના બાળકોને ઇન્સ્ટાગ્રામ પર મળતી આત્મહત્યા અને સ્વ-નુકસાન સામગ્રી વિશે ચેતવણીઓ પ્રાપ્ત થશે, સાથે સાથે મુશ્ર્કેલ વાતચીતોમાં નેવિગેટ કરવામાં મદદ કરવા માટે નિષ્ણાત સંસાધનો પણ પ્રાપ્ત થશે. આ ઇન્સ્ટાગ્રામ સુવિધા ઘણા લોકોને મદદ કરી શકે છે. જો કે, આ સુવિધાની સંપૂર્ણ હદ અને ફાયદાઓ લોન્ચ થયા પછી જ જાણી શકાશે.



