ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે એક નવું આયામ ઉમેરાયું છે. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રથમવાર આયોજિત લેસર શો એ મેળાની દિવ્યતામાં વધારો કર્યો છે.
મેળા દરમિયાન લાખો ભાવિકો ઉમટી પડ્યા છે ત્યારે ભવનાથ મંદિર પાસે લેસર કિરણો દ્વારા આકાશમાં અને મંદિરની પાછળ આવેલા શિવલિંગ આકારના ભવન પર અદભૂત દ્રશ્ર્યો રચાયા છે. લેસર દ્વારા ’જય ગિરનારી’, ’ૐ નમ: શિવાય’, શિવજીનું તાંડવ નૃત્ય, ત્રિશૂળ, ડમરૂૂ અને શંખની ગતિશીલ પ્રતિકૃતિઓ જોઈ શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થયા છે. આ શોમાં ૠજ્ઞબજ્ઞ (ૠજ્ઞ ઇયિૂંયયક્ષ ઘાશિંભત) લાઈટનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આધ્યાત્મિક આકૃતિઓને અત્યંત સ્પષ્ટતા સાથે પ્રક્ષેપિત કરે છે. પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે મંદિરમાં અનેક સુધારા કરાયા છે. ભવનાથ મંદિર પર નવો 55 કિલોનો ભવ્ય ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં ભગવાન મહાદેવ રવેડીમાં પધારતા હોય તેવું એક જીવંત પેઇન્ટિંગ તૈયાર કરાયું છે, જે સેલ્ફી પોઈન્ટ સમાન લોકપ્રિય બન્યું છે. આ લેસર શો દ્વારા ભવનાથ મંદિરને વધુ દિવ્યતા મળી છે, જે શ્રદ્ધાળુઓને ભક્તિમય નવી અનુભૂતિ કરાવે છે. આ વર્ષે ટેકનોલોજીના માધ્યમથી પરંપરાગત મેળાને આધુનિક અને ભવ્ય ઓપ આપવામાં આવ્યો છે, જે જૂનાગઢના પ્રવાસનને પણ નવો વેગ આપશે.



