તાલાલાનાં માધુપુર ગીર ગામે બની રહેલ આરોગ્ય મંદિરની કામગીરીમાં ભ્રષ્ટાચારનાં દર્શન થયાં..!!
લોટ પાણીને લાકડાં જેવા આરોગ્ય કેન્દ્રના બાંધકામની તપાસ કરવા સરપંચ તથા આદિવાસી અગ્રણીની સરકારમાં ધારદાર રજૂઆત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં બે હજાર ગરીબ સીદી આદિવાસી માનવવસ્તી સાથે પાંચ હજાર લોકોની આરોગ્ય સુખાકારી માટે માધુપુર ગીર ગામે રૂ.35 લાખના ખર્ચે નવનિર્મિત બંધાઈ રહેલ આરોગ્ય મંદિર નું કામ લોટ,પાણી ને લાકડાં જેવું થતું હોય આરોગ્ય મંદિરના હલકી ગુણવત્તા વાળાં બાંધકામની તપાસ કરવા સરપંચ વિમલભાઈ વાડોદરીયા તથા આદિવાસી અગ્રણી અબ્દુલભાઈ મજગુલે સરકારમાં ધારદાર રજૂઆત કરી છે.
જાંબુર ગીર અને માધુપુર ગીર ગામ લોકોની આરોગ્ય સુખાકારી માટે કાર્યરત આરોગ્ય કેન્દ્ર જર્જરીત થતાં સરકારે રૂ.35 લાખની ગ્રાન્ટ સાથે આરોગ્ય કેન્દ્ર બનાવવા મંજુરી આપી છે.માધુપુર ગીર ગામે બંધાઈ રહેલ નવનિર્મિત આરોગ્ય મંદિરમાં સ્લેબ ભરી બીજી કામગીરી શરૂ થઈ છે.આ દરમ્યાન આ વિસ્તારમાં પાછોતરો વરસાદ ખાબકતાં પ્રથમ માળનાં સ્લેબ નાં નબળાં બાંધકામના કારણે સ્લેબ માંથી પાણી ટપકવા લાગ્યું છે..આરોગ્ય મંદિરનું કામ શરૂ થયું ત્યારથી મોટાભાગની કામગીરી ગુણવત્તા વગરની હલકી થતી હોય મોનીટરીંગ કરતી એજન્સી સમક્ષ રજૂઆતો કરી છે પરંતુ નબળુ બાંધકામ અટકાવવા કોઈ કાર્યવાહી કરવા આવી નથી તેની વિગતો સાથે સરપંચ તથા આદિવાસી અગ્રણી એ સરકારમાં રજૂઆત કરી માધુપુર ગીર ગામે આરોગ્ય સુખાકારી માટે બંધાઈ રહેલ આરોગ્ય મંદિરના ભ્રષ્ટાચાર થી ભરપુર બાંધકામ ની તપાસ કરી એસ્ટીમેન્ટ પ્રમાણે મજબૂત આરોગ્ય મંદિર બનાવવા માંગણી કરી છે.



