દીવ, દમણ, ગોવા અને રાજસ્થાન પછી હવે ગીરમાં ‘રેવ પાર્ટી’?
શાંત ગિરના જંગલોમાં દારૂની મહેફિલ માણતી 4 મહિલા સહિત 11 ઝડપાયા
- Advertisement -
ગીર નેચરલ ફાર્મમાં ડાન્સ વિથ દારૂની મહેફિલ માણતા પોલીસ રેઇડ
સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબી, અને ઉદયપુરના શખ્સો 10.53 લાખ સાથે પકડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
દીવ, દમણ, ગોવા અને રાજસ્થાનની હોટલો અને ફાર્મમાં અનેક વાર રેવ પાર્ટીની ઘટનાઓ સામે આવી છે. અને પોલીસ ચોપડે ગુનાઓ નોંધાયા છે. ત્યારે હવે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર કે, કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણ માટે જાણીતા ગીર પ્રદેશમાં હવે ‘રેવ પાર્ટી’ જેવી પ્રવૃત્તિઓ શરુ થઈ રહી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. મેંદરડા પોલીસે અંબાળાની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર દરોડો પાડી દારૂની મહેફિલ માણતા 4 મહિલા સહિત 11 લોકોને પકડી પાડ્યા છે. આ તમામ ઈસમો સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબી, અને ઉદયપુર જેવા મોટા શહેરોમાંથી ખાસ ગીરના ફાર્મ હાઉસમાં આ મહેફિલ માણવા આવ્યા હતા.
મેંદરડા તાલુકાના અંબાળાની સીમમાં આવેલા ફાર્મમાં પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણતા ચાર મહિલા સહિત 11ને પકડી લઈ 53 હજારના દારૂ અને બિયર સહિત 10.53લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મહિલાઓ અને પુરૂષો સુરત, અમદાવાદ, ઉદયપુરથી દારૂની મહેફિલ માણવા છેક ગીરમાં પહોચ્યા હતા.
આ અંગેની વધુ વિગત મુજબ મેંદરડા તાલુકાના અંબાળાની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં મહિલાઓ અને પુરુષો દારૂની મેહફીલ માણતા હોવાની બાતમી મળી હતી. મેંદરડા પીઆઇ પી.સી.સરવૈયા અને તેમની ટિમ દ્વારા રાત્રીના સમયે ફાર્મ ઉપર દરોડો પાડયો હતો.ફાર્મ હાઉસના મકાનમાં મહિલાઓ અને પુરૂષ હાથમાં દારૂનો ગ્લાસ લઈ સંગીત સાથે ડાન્સ કરતા હતા. પોલીસે ડાન્સ કરતા શખ્સોને કોર્ડન કરી ગીત સંગીત બંધ કરાવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી માળિયાહાટીનાના મેહુલ હરદાસ બારડ (ઉ.વ.46), રાજકોટના અંબિકા ટાઉનશીપમાં હેવન હિલ્સમાં રહેતા મુકેશ નરસી પણસારા, રાજદીપ સોસાયટીના કેવલ અર્જુન ચોવટીયા, નાના મવા મેઇન રોડ પર રહેતા દર્શન જગદીશ છત્રાળા, મોરબીના રવાપર રેસીડન્સીમાં રહેતા હરીશ જશવંત ભેંસદડીયા, મોરબીના ખાનપુરના મનીષ જીવણ રગિયા, ધવલ ખીમજી ઘોડાસરા, સુરત આવાસ માનસરોવર સોસાયટીના સીતાબેન વિશાલ ગુપ્તા, મારાબીનાં આકૃતિબેન ઉર્ફે નિશા પકંજગિરી મેઘનાથી, અમદાવાદના હરિકૃષ્ણ પાર્ક સોસાયટીના નિરાલીબેન જયેશ સોલંકી અને મૂળ રાજસ્થાનના હાલ અમદાવાદના રહેવાસી હાથીજણ વિસ્તારમાં રહેતા મમતાબેન રવિભાઈ મીણા નશો કરેલી હાલતમાં પકડી લીધા હતા. પોલીસે 13 મોબાઈલ ફોન, 28 બોટલ દારૂ, 17 ટીન બીયર, દારૂ સહીત રૂપિયા 10.53 લાખનો મુદામાલ કબ્જે કરી મેંદરડા પોલીસ સ્ટેશનમાં તમામ સામે ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરી હતી.
ગીર નેચરલ ફાર્મમાં મહેફિલ માણતા ઝડપાયેલાં શખ્સો
- Advertisement -
1) મેહુલ હરદાસભાઈ બારડ ગીર ખોરાસા, તા. માળીયા
2) મુકેશ નરસીભાઈ પણસારા-અંબિકા ટાઉનશીપ હેવન હિલ્સ સી 302, રાજકોટ
3) કેવલ અર્જુનભાઈ ચોવટીયા-રાજદીપ સોસાયટી બ્લોક નંબર 141 મહુડી, રાજકોટ
4) દર્શન જગદીશભાઈ છત્રાળા-નાના મૌવા મેઈન રોડ, તુલસી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 402, રાજકોટ
5) હરીશ જશવંતભાઈ ભેંસદડિયા-રવાપર રેસીડેન્સી, મોરબી
6) મનીષ જીવણભાઈ રગીયા-ખાનપર જી.મોરબી
7) ધવલ ખીમજીભાઈ ઘોડાસરા-અવની ચોકડી પાસે દર્શન ટાઉનશીપ બ્લોક નંબર 102, મોરબી
8) ગીતાબેન વિશાલ સાહેબલાલ ગુપ્તા – આવાસ માન સરોવર સોસાયટી, સુરત
9) આકૃતિબેન ઉર્ફે નિશા પંકજગીરી મેઘનાથી-અમી ચોકડી પાસે ભારત નગર મોરબી, મૂળ અમદાવાદ
10) નિરાલીબેન જયેશભાઈ સોલંકી-વસતા ગણપતિ મંદિર સામે અમદાવાદ
11) મમતાબેન રવિભાઈ મીણા – હાથીજણ સર્કલ પાસે ઓમ કોમ્યુનિટી સોસાયટી અમદાવાદ, મૂળ રાજસ્થાન



