જૂનાગઢ બસ સ્ટેન્ડમાંથી બિનવારસું બેગ મળી આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાં મહા શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે ત્યારે રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખી ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
- Advertisement -
આજરોજ એસ.ઓ.જીના પીઆઇ પી.કે.ચાવડાનાઓને હકીકત મળેલ કે, એસ.ટી. ડેપો જુનાગઢ ખાતે બિન વારસું બે બેગ (થેલો) પડેલ છે જે બાબતે તાત્કાલીક ચેક કરવા બીડીએસ ટીમને મોકલી આપવામાાં આવેલ હતી જેથી બી. ડી. ડી. એસ. ટીમ દ્રારા સમગ્ર બસ સ્ટેશનનું ચેકીંગ સમયે થેલો ચેક કરતા કોઈ સ્ફોટક ચીજ મળી આવેલ ન હોય પરંતુ થેલાની અંદર ચેક કરતા ગાાંજા જેવી કોઈ શાંકાસ્પદ વસ્તુ ભરેલી થેલીઓ મળી આવેલ પડેલ છે. જેથી તુરંત એફ.એસ.એલ.ના અધિકારીને જાણ કરતા તેઓએ સ્થળ પર આવીને પરીક્ષણ કરતા ઉપરોક્ત થેલામાાં ગાાંજો હોવાનુાં માલુમ પડેલ.અને મારીજુઆના હસીસ (ગાાંજો) 8730 ગ્રામ જેની કિમંત રૂ 87,500 અને બે થેલા મળી આવતા અજાણ્યા શખ્સો સામે બી.ડિવિઝનમાં ગુનો દાખલ કરીને એસટી બસ સ્ટેન્ડના સીસીટીવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ બેગ કોણ લાવ્યું અને કોણ વ્યક્તિઓની હતી તેની ઊંડાણ પૂર્વક એસઓજી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.