જર્મન વોચના કલાયમેકસ ઈન્ડેકસ – 2025 નો ચોંકાવનારો ખુલાસો
ભારત છઠ્ઠા ક્રમે : હવામાનમાં ફેરફારથી દેશની ઈકોનોમીને કરોડોનું નુકશાન
- Advertisement -
ગ્લોબલ વોર્મિગ આજે વૈશ્વિક સમસ્યા બની ગયુ છે. ભારત માટે આ મામલે ચિંતાની વાત એ છે કે ગ્લોબલ વોર્મિંગના અસરકર્તા દેશોમાં ભારત ટોપ ટેનમાં આવી ગયુ છે. જર્મન વાંચતા કલાઈમેકસ ઈન્ડેકસ 2025 મુજબ ભારતનું સ્થાન 6ઠ્ઠુ હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પર્યાવરણીય થીંક ટેન્ક જર્મન વોચ દ્વારા પ્રકાશીત ધી કલાઈમેકસ રિસ્ક ઈન્ડેકસ 2025 અનુસાર ગ્લોબલ ઈન્ડેકસ 2025 અનુસાર ગ્લોબલ સાઉથનાં દેશો 30 વર્ષમાં ભારે હવામાન ઘટનાઓથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ દેશોમાં ટોપ ટેનમાં ભારતનો પણ સમાવેશ થયો છે જેમાં ભારત છઠ્ઠા સ્થાને છે.
પર્શ્ચાદમાં દેખાતો સૂચકાંક વિશ્લેષણ કરે છે કે, પ્રતિકુળ હવામાન ઘટનાઓ દેશોને કેવી રીતે અસર કરે છે અને તેમના પર આર્થિક કે માનવીય અસરો (મૃત્યુ અકસ્માત, ઘાયલ, બેઘર લોકો) અનુસાર દેશોને ક્રમ આપે છે. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ પ્રથમ ક્રમે છે. 1993 અને 2022 ની વચ્ચે 9400 થી વધુ ભારે ઘટનાઓ બની છે.જેમાં લગભગ 8 લાખ લોકો માર્યા ગયા હતા અને કુલ 4.2 ટ્રિલીયન ડોલરનું આર્થિક નુકશાન થયુ હતું.
ગ્લોબલ વોર્મિગથી વધુ નુકશાન રોકવા માટે દેશોએ 1.5 ડીગ્રી સેલ્સીયસ તાપમાનથી નીચે અથવા શકય તેથી નજીક રહેવા માટે રાષ્ટ્રીય સ્તરે નિર્ધારીત યોગદાન સાથે જરૂરી પગલાને વેગ આપવાની જરૂર છે.એમ જર્મન વોચ ખાતે અનુકુલન અને નુકશાન અને નુકશાન માટેની નીતિનાં સલાહકાર લીના આદિલ કહે છે. આંતર રાષ્ટ્રીય આબોહવા નીતિ વિભાગનાં વડા લૌરા શેફરના જણાવ્યા મુજબ છેલ્લા 30 વર્ષમાં વિશ્વભરમાં સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશોમાં ત્રણ યુરોપીયન દેશો-ઈટાલી સ્પેન અને ગ્રીસનો સમાવેશ થાય છે. જો આ દેશોના ડેટા ઘણા ગ્લોબલ નોર્થ દેશો જેટલા વ્યાપક હોત તો આર્થિક અને માનવીય અસરોની વધુ માત્રા દ્રશ્યમાન થઈ શકે છે.
- Advertisement -
કલાયમેટ ફાયનાન્સ અને રોકાણોનાં વરિષ્ટ સલાહકાર ડેવીડ એકસ્ટેઈન જણાવે છે. 1.5 ડીગ્રી સેલ્સીયસ તાપમાનથી નીચે અથવા શકય એટલુ નજીક રહેવા માટે રાષ્ટ્રીય સ્તરે નિર્ધારીત યોગદાન સાથે તાત્કાલીક શમન પગલા વધારવાની જરૂર છે.