ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટિના ચેરમેન વી. બી. ગોહિલનો ત્વરિત નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ફરિયાદની ટૂંકી હકીકત મુજબ, ફરિયાદીના કાકાની દીકરીની સગાઈ ફરિયાદીએ આરોપી સાથે કરાવેલ અને સગાઈ દરમિયાન ફરિયાદીના બહેન બીજા સાથે પ્રેમલગ્ન કરી જતાં રહેલ હોય જેથી ફરિયાદીના બહેનનું સરનામુ જાણવા છતાં ફરિયાદી કહેતા નથી તેમ શંકા રાખી ફરિયાદીના ઘરે એસિડ ભરેલી સ્ટીલની બરણી લઈ જઈ ફરિયાદી ઉપર એસિડ નાખી માથે મોંઢાના ભાગે તથા છાતીના ભાગે તથા સાથળના ભાગે તથા વાંસાના ભાગે ઈજા કરેલાની ફરિયાદ આપેલી. જે ફરિયાદ આધારે તા. 22-1-2025ના રોજ કુવાડવા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલ અને આ માહિતી ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટિના મિડિયેટર અને એડવોકેટ અજય કે. જોષીને સોશ્યલ મીડિયાના આધારે ધ્યાને આવેલ અને તેમને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટિના સેક્રેટરી કે. એમ. ગોહેલને જાણ કરેલ ત્યાર બાદ તા. 23-1-2025ના રોજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટિના ચેરમેન વી. બી. ગોહીલને ભોગ બનનાર ઉપર એસિડ એટેક થયાની મીડિયામાં ન્યુઝના આધારે ખબર પડતાં તાત્કાલિક તા. 24-1-2025ના કલાક 14-30 વાગે મિટીંગનું આયોજન કરી ભોગ બનનારને રૂા. 3 લાખ તાત્કાલિક વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવેલ તેમજ ભોગ બનનાર ઉપર એસિડ એટેક થયાની તા. 23-1-2025ના રોજ મીડિયા રિપોર્ટના આધારે જાણ થતાં ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટિના સેક્રેટરી કે. એમ. ગોહેલે ભોગ બનનાર તથા ભોગ બનનારના પરિવારના સભ્ય સાથે હોસ્પિટલ મુલાકાત લઈ ભોગ બનનારને યોગ્ય પ્રાથમિક સારવાર આપવા બાબતે પૂર્તતા કરેલ.