ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિંછીયા પોલીસ સ્ટેશનના મર્ડર કેસના આરોપીના વિંછીયાના બજારમાં જાહેરમાં સરઘસ કાઢવા બાબતે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયેલ હોય જેમાં ટોળાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરેલ હોય અને ફરજ પરના પોલીસ અને સરકારી વાહનો ઉપર પથ્થરમારો અને હુમલો કરી આમ પ્રજાજનોમાં ભયનો માહોલ ફેલાવી પોલીસ અધિકારીઓને ગંભીર ઈજાઓ કરી સરકારી મિલકતને નુકસાન કરી જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેમાં આરોપી મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા, જયદિપભાઈ રાજુભાઈ ડાભી, જયદીપભાઈ પાચાભાઈ સાંકળીયા, રમેશભાઈ છગનભાઈ જાંબુકીયા, મુન્નાભાઈ ઉર્ફે મુનો મગનભાઈ ઝાપડીયા, જયંતીભાઈ મેઘાભાઈ ગોહીલ, નવનીતભાઈ લાલજીભાઈ સોલંકી, ગોપાલભાઈ ચોથાભાઈ વાલાણી, અજયભાઈ લાલજીભાઈ રાજપરા, વલ્લભભાઈ સોમાભાઈ કુંકડીયા બધા જ આરોપીને તા. 7-1-25ના રોજ વિંછીયા કોર્ટ ખાતે જામીન અરજી કરતાં જે જામીન રદ થતાં આરોપીઓને સબ જેલ ગોંડલ ખાતે જેલહવાલે કરાયા હતા. ત્યાર બાદ આરોપીઓએ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન મુક્ત થવા માટે પોતાના વકીલ મારફત અરજી કરેલ હતી જેથી આ કામે આરોપી તરફે યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલ ચૂકાદાઓને ધ્યાનમાં લઈ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ કામના આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે તેમજ આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને વિનામૂલ્યે છોડાવેલ હોય અને આગળ પણ આ કેસમાં વિનામૂલ્યે લડશું.
- Advertisement -
આ કામમાં આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, વિરલભાઈ કે. ચૌહાણ, કેવીન એમ. ભંડેરી, યોગેશ જાદવ તેમજ મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા અને વિંછીયાના એડવોકેટ વલ્લભભાઈ રંગપરા, ભરતભાઈ ધરજીયા રોકાયેલા હતા.