વિશ્ર્વને સત્ય, અહિંસા, ન્યાય, કરૂણા અને વિશ્ર્વપ્રેમનો રાહ બતાવનારા મહાત્મા ગાંધીના કાર્યો હંમેશા લોકોને પ્રેરણા આપતા રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સત્ય, શાંતિ અને અહિંસાના ઉપાસક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને જય જવાન જય ક્સિાન સૂત્ર આપનાર ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રીશ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી પર તેમને શત શત વંદન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે મહાત્મા ગાંધીજીએ સમગ્ર વિશ્ર્વને અહિંસા બળમાં રહેલી અમોઘ શક્તિના દર્શન કરાવ્યા હતા. કેટલીક વિચક્ષ્ાણ અને વિરલ વિભૂતીઓના પગલા ઘરતી પર એવા પડે છે કે તેને સમયરૂપી સમુદ્ર પણ ભુસી શક્તો નથી. દેશની પ્રજા જેમને યુગપુરૂષ, સાબરમતીકા સંત, રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે વિશ્ર્વને ભારત તરફથી અપાયેલી વિશ્ર્વ માનવની મહાન ભેટ. મુઠૃી હાડકાના આ માનવીએ સત્ય, અહિંસા,અહિંસક સત્યાગ્રહો, મજબૂત મનોબળ વડે બ્રિટીશ સરકારને ઝુકાવી હતી. મહાત્મા ગાંધીજીએ વકીલાતની કમાણી છોડી ભારતની આઝાદીનું સબળ નેતૃત્વ લીધુ. દક્ષ્ાિણ આફ્રીકામાં રંગભેદ નીતિ સામે સત્યાગ્રહ આદર્યો. ત્યાંના લોકોને થતો અન્યાય દૂર ર્ક્યો. સ્ત્રીશિક્ષ્ાણ, અસ્પૃશ્યતા નિવારણ, નિરક્ષ્ારતા નિવારણ, કુરિવાજો, દારૂબંધી, ગ્રામોધ્ધાર, દલિતોધ્ધાર, સ્ત્રી સ્વાતંત્રય જેવા એ સમયના અનેક પ્રશ્ર્નો સામે લડત ઉપાડી જીવન જીવવાની એક નવી જ વ્યવહારૂ રીત તેમણે આચરી બતાવી.
- Advertisement -
પોતાના અસાધારણ કાર્યોથી 1917માં તેમણે ચંપારણ સત્યાગ્રહ, 19રરમાં અસહકારનું આંદોલન, 1930માં સવિનય કાનુન ભંગ અને દાંડી પહોંચવા માટે 1રમી માર્ચે સાબરમતી આશ્રમેથી દાંડીકુચ આરંભી, 194રમાં હિંદ છોડો ચળવળ જગાડી. અનેક અસાધારણ કાર્યો જનકલ્યાણાર્થે ર્ક્યા. બાપુની સમગ્ર જીવન સાદગી, સંયમ,ચોક્સાઈ, ચીવટ, સ્વચ્છતા, નિયમિતતાથી ઓપતુ હતું. મારૂ જીવન જ મારો સંદેશ છે એવુ કહી શકનારા ગાંધીબાપુએ સાબરમતી અને વર્ધામાં આશ્રમો સ્થાપી દેશસેવકો તૈયાર ર્ક્યા, ભારતીય સંસ્કૃતીનાં મૂલ્યોને તેમજ ભાવનાઓને પુનર્જીવીત ર્ક્યા. તેઓ સ્વદેશી ચીજોના ભારે હિમાયતી હતા. અનેક્વાર જેલવાસ વેઠયો, આમરણાંત ઉપવાસ ર્ક્યા, ગરીબોની હાલત નિહાળી પોતાનો દેહ પર વણેલું ખાદીનું એક માત્ર કાપડ આજીવન ધારણ ર્ક્યુ.
આમ, સમગ્ર વિશ્ર્વને સત્ય, અહિંસા, ન્યાય, કરૂણા અને વિશ્ર્વપ્રેમનો રાહ બતાવનારા મહાત્મા ગાંધીજીના કાર્યો હંમેશા લોકોને પ્રેરણા આપતા રહેશે. તેઓ ખરા અર્થમાં સત્યના સાધક, અહિંસાના ઉપાસક અને કરૂણાના કર્મયોગી હતા. ત્યારે આજે ગાંધીજીની જન્મજયંતી નિમિતે બાપુએ ચીંધેલ માર્ગે ચાલો, બાપુના જીવનમાંથી પ્રેરણા લો તો જ આ દિનની ઉજવણી સાર્થક થઈ ગણાશે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાના અનેક નિર્ણયો મહાત્મા ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈને ર્ક્યા છે.
આ તકે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીજીને શત શત નમના કરતા ઉદય કાનગડએ જણાવેલ કે લાલબહાદુર શાસ્ત્રીજી સામાજિક સમાનતામાં દ્રઢ વિશ્ર્વાસ ધરાવતા હતા અને દેશવાસીઓની સેવા કરવા માટે ઉંડે સુધી પ્રતિબધ્ધ હતા. તેમણે અસહકાર ચળવળ અને ભારત છોડો ચળવળમાં ભાગ લઈને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેઓ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા, જેમણે પોતાનુંં જીવન ભારતના લોકોની સેવા માટે સમર્પિત ર્ક્યુ હતુ. લીલા અને શ્ર્વેત ક્રાંતિ સહિત ભારતના વિકાસમાં તેમના યોગદાનની દેશની અર્થવ્યવસ્થા અને સામાજિક કલ્યાણ પર કાયમી અસર પડી છે. સાદગી અને પ્રમાણિક્તા ધ્વારા ચિળ્ળ્ળ્ળ્ત શાસ્ત્રીજીની નેતૃત્વ શૈલી, ભારત અને વિશ્ર્વભરના નેતાઓને સતત પ્રેરણા આપે છે.તેમ અંતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતી પર શત શત નમન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.