શાસ્ત્રોમાં કાર્તિક પૂર્ણિમાને ખૂબ જ શુભ માનવામાં આવી છે. રામાયણમાં પણ કારતક પૂર્ણિમાના ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભવિષ્ય પુરાણમાં પણ કાર્તિક પૂર્ણિમા વિશે કહેવામાં આવ્યું છે કે આ દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી વ્યક્તિને અનેકગણો લાભ મળે છે. આ વખતે કારતક પૂર્ણિમાના દિવસે અનેક શુભ યોગો બની રહ્યા છે. જેને કારણે, તમે આ વખતે કાર્તિક પૂર્ણિમાના દિવસે જે પણ શુભ કાર્ય કરશો, તેનું તમને તમને અનેક ગણું ફળ મળશે. જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે તો તમારે કાર્તિક પૂર્ણિમાના દિવસે આવી કેટલીક વસ્તુઓનું દાન કરવું જોઈએ.
સોનાનું દાનઃ કાર્તિક પૂર્ણિમાના દિવસે સોનાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે સોનાનું દાન કરનાર વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઇ કમી આવતી નથી. સાત જન્મ સુધી તેનો લાભ મળે છે. તેથી કાર્તિક પૂર્ણિમાના દિવસે તમે બ્રાહ્મણ, ભાઇ, બહેન કે અન્ય કોઇને પણ સોનાનું યથાશક્તિ દાન કરી શકો છો વસ્ત્રોનું દાન કાર્તિક પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોને ધાબળા, ગરમ કપડાં, પગરખાં, ચપ્પલ વગેરેનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દીનદુખિયા લોકોની મદદ કરવાથી તમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઇ શકે છે.
- Advertisement -
ધાર્મિક પુસ્તકોઃ કાર્તિક પૂર્ણિમાના દિવસે તમારે ક્ષમતા અનુ સાર મંદિરમાં જઇને ધાર્મિક પુસ્તકોનું દાન કરવું જોઇએ. એનું શુભ ફળ મળે છે. જોકે, પુસ્તક આપતી વખતે તમારે ખાસ ધ્યાન રાખીને એવા લોકોને પુસ્તક આપવું જોઇએ, જેઓ તેનું અપમાન ના કરે. તમે રામાયણ, ગીતા, વિષ્ણુ પુરાણ વગેરે ધાર્મિક પુસ્તકોનું દાન કરી શકો છો.
જવ,તલ,ઘીઃ કાર્તિક પૂર્ણિમાના દિવસે તમે જવનું દાન કરી કરશો તો તમને સોનાનું દાન કર્યા જેટલું પુણ્ય મળશે એમ શાસ્ત્રોમાં કહેવાયું છે. આ ઉપરાંત કાળા તલનું દાન પણ શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન વિષ્ણુને કાળા તલ ખૂબ જ પ્રિય છે. આ દાનથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. આ દિવસે ઘીનું દાન પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘીનું દાન કરવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે અને તેને સ્વર્ગમાં સ્થાન મળે છે.