વર્તમાન સમયમાં યુવાનોમાં ડ્રગ્સ દ્વારા નશાનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને ટીનેજરો જાગૃતિના અભાવે ડ્રગ્સ માફીયાઓ અને તેમના પેડલરોની જાળમાં ફસાઈને સરળ શિકાર બને છે ત્યારે ‘સે નો ટુ ડ્રગ્સ’ની જાગૃતિ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા સાયકલમાં 15 કિ.મી. સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહેલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ઝોન-2 જગદીશ બાંગરવા તેમજ પીઆઈ રવિ બારોટ, એમ. એસ. સરવૈયા, એચ. એમ. જાડેજા, એ. બી. જાડેજા, નીતિન વાઘેલા અને પીઆઈ રાઠોડ તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો. આ તકે વ્યસનમુક્તિ અંગે યુવાનોને જણાવ્યું કે તમારો નહીં તો તમારા પરિવારનો ખ્યાલ કરો અને વ્યસનમુક્ત બનવા માટેનો સંદેશો પાઠવ્યો હતો.