ચાર્ટ વોચ એઆઇએ દર્દીઓના સ્વાસ્થ્યનાં લગભગ 100 મુદ્દાઓનું વિશ્લેષણ કરીને અનુમાન કરે છે અને સાચુ નિદાન કરે છે
કેનેડાના ટોરોન્ટોની સેન્ટ માઇકલ હોસ્પિટલમાં દાખલ શર્લી બેલને બિલાડી કરડી હતી. તેનાં બ્લડ અને અન્ય ટેસ્ટના રિપોર્ટ નોર્મલ હતાં, તેથી ડોક્ટરોએ પણ બહુ જોખમ હોવાનું માન્યું ન હતું. પરંતુ, ચાર્ટ વોચ એઆઈએ ચેતવણી આપી હતી કે શૈલી સામાન્ય દેખાતી હોવા છતાં, તેની તબિયત ઝડપથી બગડી રહી છે. તેનાં સફેદ કોષોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે AI ના રિપોર્ટના આધારે ડોક્ટરોએ અન્ય ટેસ્ટ કરાવ્યાં ત્યારે જાણવા મળ્યું કે, સેલ્યુલાઈટિસના ઈન્ફેક્શનને કારણે તેની તબિયત બગડી રહી છે. આ બેક્ટેરિયલ ત્વચા ચેપ છે અને જો સ્થિતિ વધુ બગડે તો તે જીવલેણ બની શકે છે.
- Advertisement -
ચાર્ટ વોચ એઆઈએ દર્દીઓનાં સ્વાસ્થ્યના લગભગ 100 મુદ્દાઓનું વિશ્લેષણ કરે છે અનુમાન કરે છે. કેનેડાની સૌથી મોટી હોસ્પિટલમાં 13 હજારથી વધુ દર્દીઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં આ અંગેનું એક સંશોધન પ્રકાશિત થયું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, દોઢ વર્ષના સંશોધનને કારણે 26 ટકા દર્દીઓનાં અચાનક મૃત્યુને ટાળવામાં આવ્યાં હતાં.
સંશોધન પેપરના સહ-લેખક અને યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં AI સંશોધન અને શિક્ષણના નિયામક ડો. મોહમ્મદ મમદાનીએ કહ્યું, ’અમને ખુશી છે કે AI લોકોનો જીવ બચાવી રહ્યું છે. સંશોધન પત્રના મુખ્ય લેખક ડો. અમોલ વર્માએ કહ્યું, ’ઑક્ટોબર 2020 થી, અમે આ પ્રોજેક્ટને ઘણાં તબક્કામાં પરીક્ષણ કર્યું અને પરિણામો સકારાત્મક આવ્યાં હતાં. આ ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સુવિધાઓ માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે.
ચાર્ટ વોચ એઆઈની ખાસિયતો
ચાર્ટ વોચ એઆઈ 100 પોઈન્ટ્સનું વિશ્લેષણ કરીને સમય પહેલાં સમસ્યાઓ શોધી કાઢે છે.
- Advertisement -
ટ્રેકિંગ
એઆઇ હૃદયનાં ધબકારા, બ્લડ પ્રેશર, લેબ રિપોર્ટ્સ અને દર્દીઓની અન્ય માહિતીનું ટ્રેકિંગ અને વિશ્લેષણ કરે છે. કોઈપણ બાજુ કોઈ અસામાન્ય ફેરફાર થાય કે તરત જ તે મેડિકલ સ્ટાફને એલર્ટ મોકલે છે અને સલાહ પણ આપે છે.
ચેતવણી
એઆઇ સમયસર ડોકટરો અને નર્સોને પણ જણાવે છે કે કયાં કારણોસર દર્દીની અંદર કયાં ફેરફારો થઈ રહ્યાં છે. તે એક સૂચન પણ આપે છે કે કયાં પરીક્ષણો કરવા જોઈએ અથવા કઈ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ.
સંશોધનમાં શું મળ્યું
સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ AI એ અચાનક મૃત્યુમાં 26 ટકાનો ઘટાડો કર્યો છે. આ રિપોર્ટ 13 હજારથી વધુ દર્દીઓનાં રિયલ ટાઈમ
ડેટા પર આધારિત હતો. સામાન્ય મૃત્યુદર 2.1થી ઘટાડીને 1.6 ટકા કરવામાં આવ્યો હતો, જ્યારે ઉચ્ચ જોખમ ધરાવતાં દર્દીઓ માટે મૃત્યુદર 10.3થી ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યો હતો.
વાસ્તવિક અસર
ઘણીવાર દર્દીઓ એટલાં બધાં હોય છે કે તબીબી સ્ટાફ દરેક પર ધ્યાન આપી શકતાં નથી. AI દ્વારા દરેક દર્દી પર નજર રાખી શકાય છે. જેમને વધુ તબીબી સ્ટાફની જરૂર છે તેઓની ચેતવણી ડોક્ટરને આપે છે.
ભવિષ્યની શક્યતાઓ
હાલમાં આ AI મોડલનું પરીક્ષણ માત્ર કેનેડામાં જ કરવામાં આવ્યું છે. જો આ AI મોડલ અન્ય સ્થળોએ પણ સારી રીતે કામ કરે છે, તો તે એવાં દેશો માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે જ્યાં ડોક્ટરોની તીવ્ર અછત છે.