રાજકોટ- રાજકોટના નિવાસી અધિક કલેક્ટર તરીકે કેતન બી. ઠકકરે આજે ચાર્જ સંભાળ્યો હતો. પરિમલ પંડયાની અમદાવાદ ખાતે બદલી થતાં તેમની જગ્યાએ આજે કાર્યભાર સંભાળનાર કેતન ઠકકર ૧૯૯૮ની બેચના જી.એ.એસ. અધિકારી છે. તેઓનું પ્રથમ પોસ્ટીંગ જુનાગઢ ખાતે થયું હતું. ઠકકરે અગાઉ જુનાગઢ, જામનગર, રાજકોટ અને ત્યાર બાદ છેલ્લે અમદાવાદ મહાનગરપાલિકામાં ડે. કમિશનર તરીકે સેવાઓ આપેલી છે. કેતન ઠકકરે આજે શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું કે કલેક્ટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જન સેવાઓ વધું વેગવંતી બને અને સુચારૂ વ્યવસ્થાઓ જળવાય રહે તેમજ રાજ્ય સરકારના ઉદેશો સિધ્ધ થાય તેવા પ્રયાસો કરાશે.


