ગયા અઠવાડીયે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સોમવારે તેજી સાથે માર્કેટ ખૂલ્યું હતું અને ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો.
આ અઠવાડીયાની શરુઆતમાં સોમવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી. ગત અઠવાડીયે સોનાના ભાવ ગગડ્યા હતા. જેમાં બુધ,ગુરુ, શુક્રના રોજ ભાવ ઘટ્યા હતા. ગયા અઠવાડીયે છેલ્લે 71,577 રૂપિયા પર સોનું બંધ થયું હતું. સોમવારે તેજી સાથે 71,595 રૂપિયા પર ખૂલ્યું હતું. વૈશ્વિક બજારમાં પણ અત્યારે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.’
- Advertisement -
વર્લ્ડ માર્કેટમાં પણ તેજી
વિશ્વ બજારમાં પણ સોનું તેજીમાં જોવા મળી. કોમેક્સ પર 12.70 ડોલરની વૃદ્ધિ સાથે 2369.60 ડોલર પ્રતિ ઔંસે કારોબાર કરતા જોવા મળ્યું. હાજર ભાવ 11.06 ડોલરની વૃદ્ધિ સાથે 2344.89 ડોલર પ્રતિ ઔંસે કારોબાર કરતા જોવા મળ્યું.
ચાંદીના ભાવ પણ ઉછળ્યા
- Advertisement -
ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. MCX એક્ષચેન્જ પર સોમવારે તેજી સાથે 91744 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર કારોબાર કરતી જોવા મળી.
વર્લ્ડ માર્કેટમાં ચાંદી
વિશ્વ માર્કેટમાં ચાંદીનો ભાવ ઉછળતો જોવા મળ્યો. કોમેક્ષ પર 0.51 ડોલરની વૃદ્ધિ સાથે 31.01 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરતી જોવા મળી. હાજર ભાવમાં 0.53 ડોલરની તેજી સાથે 30.79 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરતી જોવા મળી.