સ્ટાર પ્રચારકોના વર્તનની જવાબદારી પાર્ટીની રહેશે : ચૂંટણી પંચની લાલ આંખ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
- Advertisement -
આજે ચૂંટણી પંચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા (ઊઈઈં)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોને લઈને ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને નોટિસ મોકલી છે. બંને પક્ષો પાસેથી 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ બંને પક્ષોના અધ્યક્ષને જવાબ આપવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો હતો અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.
ચૂંટણી પંચની બે ટિપ્પણી
1. ચૂંટણી પંચે બંને પક્ષોના પ્રમુખોને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 હેઠળ જવાબ આપવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો.
2. પંચનું કહેવું છે કે રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના વર્તનની સંપૂર્ણ જવાબદારી લેવી પડશે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓના ભાષણો વધુ ગંભીર પરિણામો લાવી શકે છે.
- Advertisement -
ભાજપની ફરિયાદ: પાર્ટીએ સોમવારે ચૂંટણી પંચને કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશમાં ગરીબી વધવાના ખોટા દાવા કરી રહ્યા છે. ભાષાના આધારે દેશને ઉત્તર-દક્ષિણમાં વહેંચવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસની ફરિયાદ: પાર્ટીએ ‘સંપત્તિની વહેંચણી’ પર પીએમ મોદીના નિવેદન પર કાર્યવાહી કરવા માટે સોમવારે પંચને ફરિયાદ કરી હતી. કોંગ્રેસે આ નિવેદનને વિભાજનકારી, ખરાબ ઈચ્છાથી ભરેલું અને ચોક્કસ સમુદાયને નિશાન બનાવનાર ગણાવ્યું હતું.
મોદીને મળી રાહત: પંચે કહ્યું ‘નથી માંગ્યા ધર્મના નામે વોટ’
નવી દિલ્હી : પ્રધાનમંત્રી મોદી નરેન્દ્ર મોદીને ચૂંટણી પંચ તરફથી કલીનચિટ મળી ચૂકી છે. પીલીભીતમાં ચૂંટણી સભામાં વાદપ્રધાન મોદીએ રામમંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો. જેને લઈને આખો મામલો ગરમાયો હતો અને ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. પરંતુ અંતે સુપ્રીમ કોર્ટ તરફથી પીએમ મોદીને કલીનચિટ મળી ગઈ છે.
ચૂંટણી પંચનું કહેવું છે કે તેઓ પોતાની સરકારની ઉપલબ્ધીઓને દર્શાવી રહ્યા છે, જેને ધર્મના નામે વોટ માંગવા ના કહી શકાય. સુપ્રીમ કોર્ટના વકીલ આનંદ એસે. ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી કે 9 એપ્રિલના વડાપ્રધાને આચારસંહિતાનો ભંગ કર્યો હતો અને હિન્દુ દેવી દેવતાઓના નામે મતો માંગ્યા હતા.
આ બાબતને લઈને ચૂંટણી પંચ સુધી ફરિયાદ કરવામાં આવી હતી, જ્યાથી નરેંદ્ર મોદીને સૌથી મોટી રાહત મળી ચૂકી છે. એકતરફ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે અને બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીને મળેલી રાહત ઘણી મહત્વપૂર્ણ છે.