મંગળવાર સવારે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. બાલ્ટીમોરના સૌથી લાંબા ફ્રાંસિસ સ્કૉટ બ્રિજ સાથે એક મોટું માલવાહક જહાજ ટકરાતા બ્રિજ તૂટી પડ્યો છે. આ વિશાળ બ્રિજ તૂટીને પટપ્સકો નદીમાં પડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, બ્રિજ તૂટતા પહેલા તેમાં આગ લાગી હતી અને બ્રિજ તૂટતા અનેક લોકો વાહનો સાથે પાણીમાં ખાબક્યા હતા.
જ્યારે બ્રિજ તૂટી પડ્યો તો લગભગ સાત શ્રમિક અને ત્રણ નાગરિક વાહન તે સમયે બ્રિજ પર હાજર હતા. હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. અધિકારીઓએ શહેરમાં બંને સાઈડનો રોડ બંધ થયો હોવાની માહિતી આપી દીધી છે. ઘટના સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજા અને જાનહાનિ અંગે વધુ માહિતીની રાહ છે.
- Advertisement -
BREAKING: Ship collides with Francis Scott Key Bridge in Baltimore, causing it to collapse pic.twitter.com/OcOrSjOCRn
— BNO News (@BNONews) March 26, 2024
- Advertisement -
3 કિલોમીટર લાંબો હતો બ્રિજ
આ બ્રિજ બાલ્ટીમોરમાં પટપ્સકો નદીની ઉપર હતો. લગભગ 3 કિલોમીટર લાંબા આ બ્રિજનું નિર્માણ 1972માં શરૂ થયું હતું અને 1977માં આ બ્રિજને અવરજવર માટે ખોલી દેવાયો હતો. આ બ્રિજ પરથી દર વર્ષે 1.1 કરોડ વાહન પસાર થતા હતા.
અમેરિકાના સમય પ્રમાણે રાત્રે લગભગ અઢી વાગ્યે શિપ અથડાવાથી બ્રિજ ધરાશાયી થયો. તે પછી તેમાં આગ લાગી ગઈ અને શિપ ડૂબી ગયું હતું.
સિંગાપોરના ધ્વજવાળું જહાજ શ્રીલંકા જઈ રહ્યું હતું
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, સિંગાપોરના ધ્વજવાળા આ જહાજનું નામ ‘ડાલી’ છે અને તે શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. આ જહાજ 948 ફૂટ લાંબુ હતું. ફ્રાન્સિસ કી બ્રિજ 1977 માં પટાપ્સકો નદી પર બનાવવામાં આવ્યો હતો. તેનું નામ અમેરિકાનું રાષ્ટ્રગીત લખનાર ફ્રાન્સિસ સ્કોટ કીના નામ પરથી રાખવામાં આવ્યું છે.