- પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના રિપોર્ટમાં ખુલાસો
વર્ષ 2023 દરમિયાન ભારતમાં બેરોજગારી દર ઘટીને 3.1 ટકા પર આવી ગયો છે. વર્ષ 2022માં આ દર 3.6 અને વર્ષ 2021માં 4.2 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય અંતર્ગત આવનારા નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે 15 વર્ષથી ઉપરના લોકોના બારામાં આ જાણકારી આપી હતી, જે મુજબ ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં બેરોજગારી દર ઘટી ગયો.
ઓવરઓલ તાજેતરના સરકારી આંકડાથી જાણવા મળે છે કે ભારતમાં લેબર માર્કેટ મજબૂત થઈ રહ્યું છે. લેબરફોર્સ પાર્ટીસીપેશન રેશિયો અને વર્કર પોપ્યુલેશન રેશિયો વધવાનો મતલબ એ છે કે કામની તલાશ કરનારા અને રોજગાર મેળવનારાઓની સંખ્યા વધી રહી છે, જો કે લેબર માર્કેટમાં વધુ મહિલાઓના આવવા અને તેમનું વર્કર પોપ્યુલેશન રેશિયો વધવા છતાં તેમાં બેરોજગારી દરમાં પુરુષોની તુલનામાં ઓછો ઘટાડો જોવા મળ્યો છે.
- Advertisement -
પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના આધારે જાહેર રિપોર્ટમાં જણાવાયું છે, કે ગ્રામીણ વિસ્તારોમાં અન એમ્પ્લોયમેન્ટ રેટ વર્ષ 2022ના 2.8 ટકાથી ઘટીને 2.4 ટકા અને શહેરી વિસ્તારોમાં 5.9 ટકાથી ઘટીને 5.2 ટકા રહ્યો. અર્થાત રૂરલના મુકાબલે અર્બન એરિયામાં બેરોજગારી દર ઘટ્યો. 2023માં મહિલાઓમાં બેરોજગારી દર 3 ટકા અને પુરુષોમાં 3.2 ટકા રહ્યો. વર્ષ 2022માં મહિલાઓમાં બેરોજગારી દર 3.3 ટકા અને પુરુષોમાં 3.7 ટકા હતો. 2021માં આ આંકડો 3.4 ટકા અને 4.5 ટકા હતા. લેબર ફોરમ પાર્ટીસિપેશન રેટ (એસએફપીઆર) વર્ષ 2022ના 56.1 ટકાથી વધીને વર્ષ 2023માં 59.8 ટકા રહ્યો. આથી 15 વર્ષથી વધુ વયની વસ્તીમાં કામ કરી રહેલા કે કામની શોધ કરી રહેલા લોકોના ભાગની માહિતી મળે છે.