By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    11 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    12 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    11 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    11 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે પ્રજાસતાક દિવસની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી થઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે પ્રજાસતાક દિવસની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી થઇ
રાજકોટ

ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે પ્રજાસતાક દિવસની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી થઇ

Khaskhabar Editor
Last updated: 2024/01/27 at 5:20 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

કૃષિમંત્રીના હસ્તે ધ્વજવંજન, સ્વાતંત્ર્ય સેનાનીના પરિજન, શ્રેષ્ઠ કામગીરી કરતા 50 લોકોનું સન્માન

116 વિદ્યાર્થીઓની દેશભક્તિની કૃતિઓએ આકર્ષણ જગાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉપલેટા ખાતે કરવામાં આવી હતી કે, જ્યાં રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ તકે સ્વાતંત્ર્ય સેનાનીના પરિજન તેમજ શ્રેષ્ઠ કામગીરી કરતા નાગરિક, અધિકારી અને કર્મચારીઓ સહિત 50 લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સિવાય 116 વિદ્યાર્થીઓની દેશભક્તિની કૃતિઓએ આકર્ષણ જગાવ્યું હતું.
75મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટાની હેરિટેજ તાલુકા શાળા ખાતે ગુજરાત સરકારના કૃષિ મંત્રી અને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે તેઓએ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને કલેક્ટર પ્રભવ જોષી અને એસ.પી.જયપાલસિંહ રાઠૌર સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી રાધવજી પટેલે ઉપલેટા ખાતે પ્રજાજનોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી સ્વાતંત્ર્યવીરોને સ્મરણાંજલિ આપીને મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ડો. બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. નવા સ્વતંત્ર ભારતના નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પરિણામલક્ષી અભિગમથી વિકાસના નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી દુનિયાભરના રોકાણકારોનું માનીતું સ્થળ ગુજરાત બન્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મેરી મિટ્ટી મેરા દેશ, સેવા સેતુ, સ્વાગત ફરિયાદ જેવા કાર્યક્રમો થકી ઠેર-ઠેર લોકસેવાના કામો અસરકારક રીતે થઈ રહ્યા છે.

- Advertisement -

હેરિટેજ ઇમારતોથી જિલ્લાનો વિકાસ વધુ વેગવાન બનાવાશે
મંત્રીએ છેલ્લા એક દાયકામાં રાજ્ય કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વક સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું તેમજ કૃષિ વિકાસ દર સતત વધતો હોવાનું જણાવ્યું હતું. તેમણે સૌની યોજના, વિધવા સહાય યોજના, આયુષ્માન ભારત, આવાસ યોજના સહિતની લોક કલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના વિકાસ કામો વિશે કહ્યું હતું કે, એઈમ્સ હોસ્પિટલ, હીરાસર પાસેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અનેક ફ્લાય ઓવરબ્રિજ, આધુનિક બસપોર્ટ સહિતની અનેક માળખાકીય સુવિધાઓ વિકસી છે. ઈમિટેશન અને ઓટોમોબાઇલ ઉદ્યોગ, હેરિટેજ ઇમારતોથી ગૌરવવંતા રાજકોટ જિલ્લાનો વિકાસ વધુ વેગવાન બનાવાશે. પ્રજાસતાક પર્વ નિમિત્તે યોજાયેલ પરેડમાં પરેડ કમાન્ડર ડી.કે.પટેલની આગેવાની હેઠળ કુલ 7 પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી અને મંત્રીએ તેમની સલામી ઝીલી હતી. પરેડમાં 2 પુરુષ પ્લાટુન, 1 મહિલા પ્લાટુન, હોમગાર્ડ પ્લાટુન, જી.આર.ડી., એસ.પી.સી., બેન્ડ પ્લાટુને ભાગ લીધો હતો.

થીમ આધારિત કુલ 13 આકર્ષિત ટેબ્લો પ્રદર્શિત કરાયા
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ થકી આજીવિકા, પ્રાદેશિક વાહવ્યવહાર કચેરી દ્વારા હિટ એન્ડ રનમાં અપાતી સહાયની યોજના, બાગાયત તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ, બાગાયત અંગેની યોજનાઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કચેરી દ્વારા ઙખઉંઅઢ યોજના, માતૃવંદના યોજના, આભા કાર્ડ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા ’બેટી બચાવો, બેટી પઢાવો’ તેમજ મહિલાલક્ષી યોજનાઓ, આઈ.સી.ડી.એસ. દ્વારા પૂર્ણા યોજના, પાણી પુરવઠા બોર્ડ તેમજ વાસ્મો દ્વારા હર ઘર જલ, નલ સે જલ, લીડ બેન્ક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ અન્ય યોજનાઓ, સામાજીક વનીકરણ વિભાગ દ્વારા યોજનાકીય માહિતી, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ખેલ મહાકુંભ, પી.જી.વી.સી.એલ. દ્વારા રીન્યુએબલ એનર્જી, ચુંટણી આયોગ દ્વારા મતદાતા જાગૃતિ અને ઈ.વી.એમ. નિદર્શન વગેરે થીમ આધારિત કુલ 13 આકર્ષિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
મહાનુભાવોના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીના પરિજન જશુમતિબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે મંત્રીશ્રી દ્વારા વિકાસ કાર્યો માટે રૂ.25 લાખ ઉપલેટા વહીવટી તંત્રને અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ સ્થાનિક શાળાના કુલ 116 જેટલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિ ગીતો પર દેશભક્તિ સભર સાંસ્કૃતિક કૃતિઓ, સેલ્ફ ડિફેન્સની કૃતિ રજુ કરાયા હતા. વહીવટી તંત્ર દ્વારા જુદા-જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા આશરે 50 જેટલા નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રોબેશનરી આઈ.પી.એસ. આયુષ જેન, ઉપલેટા પ્રાંતઅધિકારી જે.એન. લિખિયા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

TAGGED: CELEBRATION, HeritageTalukaSchool, RepublicDay, Upleta
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જે ધર્મ તથા અર્થથી રહિત એવા પોતાના બળને જાણતો નથી
Next Article રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની ધ્વજવંદન કરી રામરાજ્યની હાકલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?