ઊનામાં વૃદ્ધ મહિલાનો સોનાનો ચેઇનની ઉઠાંતરી કરનાર બે મહિલા ઝડપાઇ
ગીર-સોમનાથ પોલીસે CCTVના આધારે બંનેની કરી ધરપકડ, માતા-પુત્રી સામે રાજકોટમાં 6 ગુના નોંધાયા છે: S.P.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી સફળતાપૂર્વક સોનાના ચેઇનની ઉઠાંત્તરી કરતી બે વેલ એજ્યુકેટેડ લાગતી યુવતીઓ ઝડપાઈ. આ સોનાનો ચેઇન ઉઠાવ્યો તેના સીસીટીવી સામે આવ્યા હતા. સીસીટીવીના આધારે ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતી માતા અને પુત્રીને મોંઘી કાર સાથે સોનાના મુદ્દા માલ સહિત 13,17,500 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી હતી.
ઉના શહેર ટાવરચોક વિસ્તારમાં એક ફરસાણની દુકાને એક વૃદ્ધ મહિલા એકલા ખરીદી કરવા ગયેલા ત્યારે બે યુવતીઓ તેમની પાછળ આવે છે અને આંખના પલકારામાં વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન ઉઠાવી અને તુરંત જતી રહે છે આ બનાવના સીસીટીવી સામે આવતા પોલીસે તુરંત જ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી અને તાલાળા શાક માર્કેટ પાસેથી નિકિતાબેન સાવલિયા અને વૈશાલીબેન સાવલિયા રહે.બંને ગુંદાવાડી રાજકોટની માતા – પુત્રીને ઝડપી પાડેલ હતી.ગિર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે અન્ય કોઈ મહિલા શિકાર બને તે પેહલા ત્વરીત કામગીરીના કારણે બે મહિલાઓને પોલીસે ઝડપી હતી. આ બંને માતા પુત્રી રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતી નિકિતાબેન અલ્પેશ સાવલિયા ઉ.45 અને તેની પુત્રી વૈશાલીબેન અલ્પેશ સાવલિયા ઉ.20ને પોલીસે ઝડપી અને પૂછપરછ કરતા તેમની પાસેથી સોનાનો ઢાળિયો, મોબાઈલ, કાર, વગેરે મળી કુલ રૂ.13,17,500 નો મુદ્દા માલ ઝડપાયો હતો. વિશેષ પૂછ પરછ કરતા આ બંને યુવતીઓ વધુ ભીડભાળ વાળા વિસ્તારોમાં જ્યારે વૃદ્ધ મહિલા કે એકલી મહિલા હોય તેને જ ટાર્ગેટ કરતી હતી આ મહિલાઓએ પોલીસ પૂછપરછમાં રાજકોટ શહેરમાં આવા જ પ્રકારના 6 ગૂન્હાને અંજામ આપ્યો હતો. ત્યારે આજના સમયમાં મહિલાઓની બાજુમાં ઊભનાર વેલ એજ્યુકેટેડ મહિલાઓનો પણ હવે ભરોસો કરાય નહીં તેવું આ ઘટનામાંથી સ્પષ્ટ જણાય છે. પોલીસ આ બંને યુવતીઓનો ઇતિહાસ તપાસી રહી છે. અને આ મહિલાઓ મોંઘી દાટ કાર લઈને ઇમ્પ્રેશન સાથે સોનાના દાગીનાઓની ઉઠાવગીરી કરતી હોવાનું સામે આવ્યું છે.