ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
મૂળી પંથકના કેટલાક વિસ્તારોમાં પવનચક્કી નાખવામાં આવી છે ત્યારે મૂળી તાલુકાના રાણીપાટ ગામે ઠોઠ નામથી ઓળખાતી સીમ વિસ્તારમાં આવેલી પવનચક્કીમાંથી ગત 1 ફેબ્રુઆરીના રોજ 70 મીટર કોપરના વાયર કિંમત 24990 રૂપિયાની ચોરી થઈ હતી જે અંગેની જાણ સિક્યુરિટી સુપરવાઈઝર મહાવીરસિંહ મેરુભા ઝાલાને થતા તેઓ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા 180 સ્કેવર મીટર પહોળાઈ ધરાવતા 70 મીટર કોપરાના વાયરની ચોરી થઈ હોવાનું સામે આવતા સુપરવાઈઝર દ્વારા મૂળી પોલીસ મથકે અજાણ્યા ચોર ઇશમ વિરુધ ગુન્હો નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.
મૂળીના રાણીપાટ ગામે પવનચક્કીમાંથી 70 મીટર કોપર વાયરની ચોરી
