સરકારી ઉંદરડાઓથી લઈ ખાનગી ક્ષેત્રની મિલો ‘મોટા લાભાર્થી’ હોવાના સંકેત
બિહાર અને પશ્ર્ચિમ બંગાળ જેવા રાજ્ય બગાડ-લીકેજ ઘટાડવામાં સફળ: મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં હજુ પણ પરિસ્થિતિ ગંભીર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશમાં 80 કરોડ લોકોને મફત અનાજ યોજના ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થા મારફત નિયમીત રીતે વિવિધ અનાજ આપવામાં આવે છે. જેમાં લીકેજ એટલે કે કાળાબજારમાં ધકેલાઈ જતા અનાજ અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ગોડાઉનમાં પણ હજારો ટન અનાજ સડી જાય છે. તેમાં હાલમાં જ એક ઈકોનોમીક થીંક ટેન્ક દ્વારા આપવામાં આવેલા તારણ મુજબ સરકારી વિતરણનું 28% અનાજ એટલે કે રૂા.69000 કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી. હાઉસ હોલ્ડ ક્ધઝમ્પશન એકસપેન્ડીચર સર્વેના ડેટા અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દર મહીને જે ડેટા રીલીઝ કરે છે તેના અભ્યાસ પરથી (ઓગષ્ટ 2022થી જુલાઈ 2023 વચ્ચે) એ તારણ અપાયુ છે કે 2 કરોડ ટન ઘઉં-ચોખા લાભાર્થી સુધી પહોંચ્યા જ ન હતા. આ એક મોટું રાષ્ટ્રીય નુકસાન છે અને તે અનાજ જે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનમાંથી નિકળે છે તે કયાં જાય છે તે પ્રશ્ર્નનો જવાબ મેળવવા કોશીશ કરવામાં આવી હતી. આઈસીઆરઆઈઈઆરના ઈન્ફોસીસ ચેરપર્સન અશોક ગુલાટીના જણાવ્યા મુજબ આ એક મોટો આર્થિક બોજો છે અને તેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થાય છે.
જો કે અગાઉ 2011/12માં આ લીકેજ એટલે કે બગાડ- 46% આસપાસ હતો તે ઘટાડવામાં સફળતા મળી છે છતાં પણ 28% બગાડ કે ખરેખર જરૂરિયાતમંદ સુધી ન પહોંચે તે એક મોટો મુદો છે. સરકાર ટેકાના ઉંચા ભાવે આ અનાજ ખરીદે છે અને જરૂરિયાતમંદ વર્ગને મફત અથવા સાવ નીચા ભાવે તે પુરુ પાડે છે. સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ડીજીટલ ટેકનોલોજી અપનાવી અને જોબ ઈમ્વેસન સહિતના ઉપાયો કર્યા છતા પણ રૂા.69000 કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું નથી. જો કે રસપ્રદ બાબત એ છે કે આ પ્રકારે જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો બગાડ અટકાવવા છે. પશ્ર્ચિમ બંગાળ-બિહાર એ મોટી સફળતા મેળવે છે. મહારાષ્ટ્રમાં આ બગાડનું પ્રમાણ 68.7% માંથી મહીને 19.2% પહોંચ્યું છે. પશ્ર્ચિમ બંગાળમાં તો 69.4% હતો તે ઘટીને 9% થયો છે.
ઉતરપ્રદેશમાં પીડીએસ લીકેજ 33% જેવું હતું. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, મહારાષ્ટ્રમાં પણ લીકેજનું પ્રમાણ ઉંચુ રહ્યું છે. જે રાજયોએ આધાર-રાશનકાર્ડ લીંક કરાવવામાં સફળતા મેળવી છે અને જેઓએ ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમમાં પણ સુધારા થયા છે ત્યાં આ બગાડ અટકયો છે.