સોનાને લેટિન ભાષામાં ઓરમ કહેવાય છે, જેનો અર્થ થાય છે, પીળું!
એવું માનવામાં આવે છે કે વિશ્ર્વનું 80% સોનું હજુ પણ જમીનમાં છે
- Advertisement -
પૃથ્વી પરના દરેક ખંડમાં સોનું વત્તા ઓછા પ્રમાણમાં મળી આવે છે, સોનું ખડકોના પોલાણમાં, રેતીમાં, ભૂગર્ભમાં ગઠ્ઠા કે ગ્રેન્યુલ અથવા ડસ્ટ રૂપે હોય છે, સોનું એટલું દુર્લભ છે કે વિશ્ર્વમાં એક દિવસમાં જેટલું સ્ટીલ પ્રોસેસ કરવામાં આવે છે તેટલું ગોલ્ડ પ્રોસેસ મહિનાઓમાં પણ થતું નથી
વિશ્ર્વમાં ક્યારેય કોઈ યુગમાં ક્યાંય એવી કોઈ પ્રજા ન્હોતી જેને સોનાનું ઘેલું ન્હોતું. આપણે ત્યાં એક એવી કહેવત છે કે ‘જર જમીન ને જોરૂ ત્રણે કજીયાના છોરુ’ તેનો અર્થ સ્પષ્ટ છે અને એટલે જ સોનાની ઘેલછા ધરાવતા લોકોને ખબર નથી કે સોનું કેવળ એક પ્રાકૃતિક રીતે ઉદભવેલું રાસાયણિક સંયોજન છે જેનો અણુ ક્રમાંક 79 છે અને તેની રસાયણ સંજ્ઞા ‘ઈ’ છે. આ ઈ લેટિન શબ્દ ઓરમનું સંક્ષિપ્ત રૂપ છે. ઓરમ શબ્દનો અર્થ થાય છે, પીળું! આ ઓરમ શબ્દના મૂળ એક બીજા શબ્દ ‘ઓરોરા’ માં છે, જેનો અર્થ થાય છે ‘ઉષા’
“ગોલ્ડ’ શબ્દ “જૂના અંગ્રેજી” શબ્દ “જીઓલુ” પરથી આવ્યો છે, જેનો અર્થ પણ પીળો રંગ થાય છે. પોતાના શુદ્ધ રૂપમાં તે એક તે એક ચળકતી સહેજ લાલાશ પડતાં પીળા રંગની ધાતુ છે. સહુથી વધુ ઘનતા ધરાવતી કેટલીક ધાતુઓ મહે તે એક છે અને તે ગરમી તથા વીજળીની સુવાહક છે. તે એકદમ નરમ હોય છે અને ઘણા નીચા ઉષ્ણતામાને પીગળે છે. ઘાટ આપવા માટે તેનું પ્રાકૃતિક રૂપ ઘણું અનુકૂળ છે. પૃથ્વી પરના દરેક ખંડમાં સોનું વત્તા ઓછા પ્રમાણમાં મળી આવે છે. સોનું ખડકોના પોલાણમાં, રેતીમાં, ભૂગર્ભમાં ગઠ્ઠા કે ગ્રેન્યુલ અથવા ડસ્ટ રૂપે હોય છે.
સોનું એટલું દુર્લભ છે કે વિશ્ર્વમાં એક દિવસમાં જેટલું સ્ટીલ પ્રોસેસ કરવામાં આવે છે તેટલું ગોલ્ડ પ્રોસેસ મહિનાઓમાં પણ થતું નથી. તેની ઊંચા મૂલ્યને લીધે સમગ્ર ઇતિહાસમાં શોધાયેલું મોટા ભાગનું સોનું હજુ પણ ચલણમાં છે. જો કે, એવું માનવામાં આવે છે કે વિશ્ર્વનું 80% સોનું હજુ પણ જમીનમાં છે.
ભારતમાં સોનાની લંકા અંગેની વાતો ઘણી પ્રચલિત છે. આયુર્વેદ અને હોમિયોપેથ સિસ્ટમમાં સોનામાંથી બનાવેલી દવાઓનો ઉપયોગ થાય છે. આપણા દેશના અનેક મંદિરોમાં સોનુ આજે પણ સંગ્રહાયેલું છે. અત્યાર સુધીનું લગભગ 50% સોનું એક જ જગ્યાએથી આવ્યું છે, વિટવોટરસરેન્ડ, દક્ષિણ આફ્રિકા. કેરેટ એ અન્ય ધાતુઓ અથવા એલોય સાથે સોનાના ગુણોત્તરનું માપ છે. કેરેટને 0 થી 24 ના સ્કેલ પર માપવામાં આવે છે. કેરેટની સંખ્યા જેટલી વધારે છે, ત્યાં વધુ
સોનું હોય છે અને અન્ય ધાતુનું પ્રમાણ ઓછું હોય છે.
50% સોનું એક જ જગ્યાએથી આવ્યું છે, વિટવોટરસરેન્ડ, દક્ષિણ આફ્રિકા
- Advertisement -
વિશ્ર્વની કેટલીક અત્યંત મોંઘી હોટેલમાં સોનું સૂક્ષ્મ પ્રમાણમાં ખાદ્ય વ્યંજનોમાં ઉપયોગ થાય છે, સોનું ખુબ સ્વાદિષ્ટ હોય છે અને તે એકલી જ વાનગીની સ્વાદ બદલી નાખે છે, આપણા શરીરમાં લગભગ 0.2 મિલિગ્રામ સોનું હોય છે, જેમાંથી મોટા ભાગનું આપણા લોહીમાં હોય છે
24સ સોનું 1063 સેલ્સિયશ પર પીગળે છે. સોનું આપણી દૃષ્ટિને આકર્ષે છે કારણ કે આપણે તેનું આર્થિક અને સામાજિક મૂલ્ય જાણીએ છીએ. શુદ્ધ સોનાને કાટ લાગતો નથી અને તે કાળું પડતું નથી.
પ્રાચીન ઇજિપ્તીયન, મિનોઆન સંસ્કૃતિમાં સોનાનું વિશેષ માહાત્મ્ય હતું. તે વખતે ત્યાં આભૂષણો ફક્ત સોનામાંથી જ બનતા હતા. એઝટેક ભાષામાં સોનાને યિંજ્ઞભીશહિંફહિં કહેવાય છે જેનો અર્થ ‘દેવતાઓના મળમૂત્ર’ થાય છે.
ઈન્કા અને દક્ષિણ અમેરિકાના એન્ડિયન પ્રદેશના લોકો સોનાને ‘સૂર્યનો પરસેવો’ માનતા હતા તમામ દેવતાઓમાં સૌથી પવિત્ર હતા. 5500 વર્ષ પહેલાં ઇજિપ્તીયન ચિત્રલિપિ સોનાનું વર્ણન કરે છે,મિટાન્નીના રાજા તુષરત્તાએ લખ્યું છે કે ઇજિપ્તમાં રસ્તા પરના કચરા કરતા સોનું વધુ હતું.
તુતનખામુનનો માસ્ક 18મા રાજવંશના પ્રાચીન ઇજિપ્તીયન ફારુન તુતનખામુનનો ગોલ્ડ ડેથ માસ્ક છે. તે હોવર્ડ કાર્ટર દ્વારા 1925માં કિંગ્સની ખીણમાં કબર ઊંટ62માં શોધાયું હતું, અને હવે તે કૈરોમાં ઇજિપ્તીયન મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. માસ્ક એ વિશ્ર્વની સૌથી જાણીતી કલાકૃતિઓમાંની એક છે.
અત્યાર સુધીની સૌથી મોટી ગોલ્ડ નગેટ, વેલકમ સ્ટ્રેન્જર નગેટનું વજન 71 કિલોગ્રામ (2,200 ઔંસ) હતું, જેની કિંમત આજે સોનાની કિંમત સાથે 4 મિલિયન ડોલર જેટલી છે. આ નગેટની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અને નગેટને ગંધિત કરવામાં આવે તે પહેલાં કરવામાં આવેલી ઘણી પેઇન્ટિંગ્સ. વિશ્ર્વની સૌથી મોટી સોનાના પટ્ટાનું વજન 250 સલ (551 હબ) હતું. એક ગ્રામ સોનાને 1 ચોરસ મીટરની શીટ પર અને એક ઔંસને 300 ચોરસ ફૂટ પર સ્પ્રેડ કરી શકાય છે. 1912માં સ્ટોકહોમ, સ્વીડનમાં યોજાયેલી સમર ગેમ્સમાં છેલ્લી વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સોલિડ ગોલ્ડમાંથી બનાવવામાં આવ્યા હતા. આજે, ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રકોમાં માત્ર 1.34 ટકા સોનું છે, બાકીનું સ્ટર્લિંગ સિલ્વરથી બનેલું છે.
વિશ્ર્વનો સૌથી મૂલ્યવાન કાનૂની ટેન્ડર સિક્કો ઓસ્ટ્રેલિયાનો ઞજ1 મિલિયનનો સિક્કો છે. તેનું વજન 1,000 કિગ્રા અને 99.99% શુદ્ધ સોનું હોવાથી તેની કિંમત લગભગ ઞજ45 મિલિયન છે. વિશ્ર્વની કેટલીક અત્યંત મોંઘી હોટેલમાં સોનું સૂક્ષ્મ પ્રમાણમાં ખાદ્ય વ્યંજનોમાં ઉપયોગ થાય છે. સોનું ખુબ સ્વાદિષ્ટ હોય છે અને તે એકલી જ વાનગીની સ્વાદ બદલી નાખે છે. આપણા શરીરમાં લગભગ 0.2 મિલિગ્રામ સોનું હોય છે, જેમાંથી મોટા ભાગનું આપણા લોહીમાં હોય છે.
બ્રિસ્ટોલ યુનિવર્સિટીના સંશોધકોને પુરાવા મળ્યા છે કે પૃથ્વી પર અબજો ટન કિંમતી ખનીજ અને સોના જેવી કિંમતી ધાતુઓ ઉલ્કાઓમાંથી આવી છે જે આપણા ગ્રહની રચનાના 200 મિલિયન વર્ષોથી પણ વધુ સમય પછી પૃથ્વી પર આવી હતી – સંભવત: તે જ ઉલ્કાઓ જેણે ચંદ્ર પર ક્રેટર્સ સર્જ્યા હતા. પૃથ્વી ગ્રહના મહાસાગરો વિશાળ અને રહસ્યમય છે અને તે બહાર આવ્યું તેમ, અતિ મૂલ્યવાન છે. તેની ઊંડાઈમાં, આપણા ગ્રહના પાણીમાં લગભગ 20 મિલિયન ટન સોનું છે. નીલગિરીના ઝાડમાં સોનું હોય છે. ઓસ્ટ્રેલિયન સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ભૂગર્ભ અયસ્કના ભંડોળમાં માઇક્રોસ્કોપિક સોનાના કણો ઝાડના પાંદડાઓમાં મોજૂદ હોય છે. નીલગિરીના ઝાડના મૂળ પાણીની તરસની શોધમાં ભૂગર્ભમાં 40 મીટર (130 ફીટ) કરતાં વધુ ઊંડા ઉતરી શકે છે. સ્વિટ્ઝર્લેન્ડ પછી, વિશ્ર્વનો સૌથી મોટો માથાદીઠ સોનાનો ભંડાર લેબનોન પાસે છે. ‘ઓરોફોબિયા’ એ સોનાનો ડર છે.