સતત છઠ્ઠા વર્ષે યોગીન છનિયારા દ્વારા વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સુથાર સમાજના યુવાઓની સંસ્થા .ઇં.ઙ. ગ્રુપ દ્વારા સમસ્ત સુથાર સમાજ માટે 6ઠા વેલકમ નવરાત્રીનું જાજરમાન આયોજન આજકાલ ગ્રાઉન્ડ, વિરાણી સ્કૂલ ટાગોર રોડ, પર ગુરુવારને તા.12-10-2023ના રોજ સાંજે 6 થી10 દ્વારા કરવામાં આવ્યું છે.5000ખેલૈયાઓ રમી શકે અને 3000 જ્ઞાતિજનો રાસોત્સવને નિહાળી શકે તેવી વ્યવસ્થા કરેલ છે. એક લાખ વોટની લાઈન અરે સાઉન્ડ સિસ્ટમ, ઝાકમજોડ વાઈટ લાઈટિંગ, લેઝર લાઇટીંગ, અદ્યતન ફૂડ ઝોન, પાર્કિંગ, એક્સ આર્મીમેન સિકયુરિટી, અનુભવી બાઉન્સર, દ્વારા સુરક્ષિત રીતે સમગ્ર કાર્યક્રમ યોજાશે. આ રાસોત્સવ માં જ્ઞાતિની નાની બાળાઓના હસ્તે આરતી કરીને દાંડીયારાસ નો કાર્યક્રમ શરૂ કરાશે, આ રાસોત્સવમાં રાજકીય આગેવાનો, સરકારી અમલદારો, અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, તેમજ સુથાર સમાજના સમગ્ર જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે. મશહુર ઓરકેસ્ટ્રા અને મુંબઈના ગાયકો ગરબાની રમઝટ બોલાવશે. સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ રાજકોટના પ્રખ્યાત આર. જે. વિનોદ દ્વારા કરવામાં આવશે સાથે સાથે ડીજે ધમાલ મસ્તીનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનને સફળ બનાવવા ૠ.ઇં.ઙ. ગ્રુપના યોગીન છનિયારાની આગેવાની હેઠળ અનિલ ખંભાયતા, કિરીટ જોલાપરા, મુકેશ કરગથરા, હિરેન કલોલિયા, મનીષ વિસાવડિયા, દેવાંગ ગજ્જર, સંજય કથરેચા, દેવ ગજ્જર, દિપક ભારદીયા, પ્રકાશ ભારદીયા . હર્ષદ સીનર્સોજા, ગિરીશ વડગામા, મનીષ દસાડીયા, અશોક અઘેરા, શૈલેષ . ખંભાયતા, શૈલેશ વેકરીયા, મિહિર ખંભાયતા, વિપુલ અખિયાણીયા, પૂર્વેશ વડગામાં, જનક પંચાસરા, ચંદ્રેશ વિસાવડીયા, કિશન ધોરૈયા,બકુલગોવિંદીયા,પિયુષ અઘેરા, વિરાજ ખંભાયતા, જયદીપ કગથરા, પરેશ અનન્તવાડિયા, મહેન્દ્ર સાંકયા, વિજય સંચાણીયા હિતેશ ખંભાયતા, હિતેશ વડગામા, ભરત અખિયાનીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે.