કોવિડ સમયે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદનારાઓની સંખ્યા કુદકેને ભૂસકે વધી હતી. પરંતુ જરૂરિયાત સમયે ક્લેમ અપ્રુવ થઈ રહ્યા ન હોવાની અનેક ફરિયાદો મળી છે. છેલ્લા 3 વર્ષમાં દર 10માંથી 4 હેલ્થ ઈન્સ્યોરન્સ ધારકના ક્લેમ રદ થઈ રહ્યા છે. આ સમયગાળામાં 43 ટકા હેલ્થ ઈન્સ્યોરન્સ ધારકોના ક્લેમ રદ થયા હોવાની માહિતી લોકલસર્કલ્સ દ્વારા હાથ ધરાયેલા સર્વે પરથી મેળવવામાં આવી છે.
લોકલસર્કલ્સ દ્વારા જારી સર્વેમાં જણાવ્યું છે કે, ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા બિમારીની સ્થિતિને વર્ગીકૃત કરી તે સ્થિતિમાં માત્ર આશિંક રકમનો ક્લેમ મંજૂર કરતી હોવાની શરતનું કારણ આપી ક્લેમ રદ કરી છે. વધુમાં ઘણા ઈન્સ્યોરન્સ ધારકો ક્લેમની પ્રક્રિયા વધુ સમય માગી લેતી હોવાથી તેમના પરિવારજનો હોસ્પિટલમાં દાખલ દર્દીના ડિસ્ચાર્જ થવા સુધી ક્લેમ મંજૂર થવાની રાહ જોતા હોય છે. ઘણા કેસોમાં દર્દી ડિસ્ચાર્જ થવાના સમય કરતાં વધુ 10-12 કલાક ક્લેમ મંજૂર થવાની પ્રક્રિયા થઈ રહી હોય છે. જેના લીધે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
- Advertisement -
આંશિક રકમ મંજૂર થતાં બિલનું ભારણ વધ્યું
ઈન્સ્યોરન્સ કંપનીઓ પ્રારંભિક ધોરણે બિમારીની સ્થિતિના આધારે આશિંક રકમનો ક્લેમ જ મંજૂર કરતી હોવાથી તેમજ પ્રક્રિયા પૂર્ણ થવામાં વધુ સમય માગી લેતી હોવાથી ડિસ્ચાર્જની તારીખ કરતાં વધુ સમય હોસ્પિટલમાં દાખલ રહેવાના કિસ્સામાં દર્દી અને તેના પરિવારજનો પર બિલનું ભારણ વધ્યું છે. ઘણા કિસ્સામાં બિમારી ઈન્સ્યોરન્સ પોલિસીમાં સામેલ જ ન હોવાનું કારણ આપી ક્લેમ રદ કરી રહી છે.
Irdaiના આ નિયમથી પારદર્શિતા વધશે, પરંતુ અસર નહિંવત્ત
- Advertisement -
Irdaiએ આ મામલે દખલગીરી કરી હોવા છતાં ઈન્સ્યોરન્સ કંપનીઓનું ક્લેમ રદ કરવા પ્રત્યે વલણ બદલાયું નથી. કોવિડ સમયે તેમજ અતિ ઉતાવળમાં વીમા ધારક હેલ્થ ઈન્સ્યોરન્સની તમામ શરતો વાંચ્યા અથવા અધૂરી માહિતી મેળવી ઈન્સ્યોરન્સ ખરીદતા હોવાથી ક્લેમ રદ કરવા માટે ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસે માન્ય કારણ ઉભું જ હોય છે.
Irdaiએ તમામ ઈન્સ્યોરન્સ કંપનીઓને કેટલા ક્લેમ મેળવ્યા, કેટલા રદ કર્યા અને કેટલા મંજૂર કર્યાની વિગતો તેમની વેબસાઈટ પર દર મહિને અપડેટ કરવાની હોય છે. જેનાથી પારદર્શિતા વધે છે. ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા પેન્ડિંગ 5.5 લાખ ફરિયાદોમાંથી 1.6 લાખ કેસો ઈન્સ્યોરન્સ સેક્ટરના છે.