16 વર્ષ પછી તેને ભારત પાછો લાવવો એ એક મોટી રાજદ્વારી અને ઐતિહાસિક સફળતા છે
26/11 મુંબઈ હુમલો, વર્ષોના વર્ષો વીતી જશે તો પણ મુંબઈને યુદ્ધના મેદાનમાં ફેરવી દેનારા એ દિવસો ક્યારેય ભૂલી શકાય નહીં. ત્રણ દિવસ અને ચાર રાત સુધી ચાલેલા આ સંઘર્ષ પછી, છેલ્લા વર્ષોમાં આતંકનો ચહેરો ઝડપથી બદલાઈ ગયો છે. 26/11ના હુમલા બાદ અત્યાર સુધી મુંબઇ આજે પણ પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે પણ મુંબઇવાસીઓના મનમાં ક્યાંક એક અસુરક્ષા ઘર કરી ચૂકી છે. અલબત્ત, આ હુમલા પછી, મુંબઈ પોલીસના હથિયારોને વધુ સજ્જ અને બહેતર કરવામાં કરવામાં આવ્યા અને તેમને આતંકવાદીઓ અથવા આતંકવાદી હુમલાઓ સામે લડવાની ખાસ તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું. 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના વોન્ટેડ આરોપી, પાકિસ્તાની મૂળના કેનેડિયન તહવ્વુર હુસૈન રાણાને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે, અને 2008માં થયેલા હુમલાના 17 વર્ષ પછી ભારતમાં તેની સામે કેસ ચાલશે. ઓક્ટોબર 2009માં, તહવ્વુર રાણાની એફબીઆઈ દ્વારા શિકાગો, અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મુંબઈ અને કોપનહેગનમાં 26/11ના આતંકવાદી હુમલાઓને અંજામ આપવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડવાનો આરોપ હતો. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ રિચાર્ડ હેડલીની જુબાનીના આધારે તહવ્વુર રાણાને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ભારત સરકારના મતે, તહવ્વુર રાણા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ઈંજઈં), આરોપીમાંથી સાક્ષ્ય બનેલા ડેવિડ કોલમેન હેડલી અને લશ્કર-એ-તૈયબા વચ્ચેની કડી હતો. આ વર્ષના ફેબ્રુઆરીમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાણાના પ્રત્યાર્પણના નિર્ણયની જાહેરાત કરી હતી. સોમવારે (7 એપ્રિલ, 2025), યુએસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે રાણાની સમીક્ષા અરજી ફગાવી દીધી, જે પ્રત્યાર્પણ સામેની તેમની છેલ્લી અપીલ હતી. બુધવારે (9 એપ્રિલ, 2025) ના રોજ સાપ્તાહિક બ્રીફિંગમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકન સુપ્રીમ કોર્ટના આ આદેશનો ઉલ્લેખ કર્યો. તહવ્વુર રાણાને ભારત પરત લાવવા માટે અમેરિકા રવાના થયેલ રાષ્ટ્રીય તપાસ એજન્સી (ગઈંઅ) ની એક વિશેષ ટીમને મંગળવારે રાત્રે (8 એપ્રિલ, 2025) કેલિફોર્નિયામાં (બુધવાર સવારે ઈંજઝ (9 એપ્રિલ, 2025)) યુએસ અધિકારીઓએ 64 વર્ષીય તહવ્વુર રાણાની કસ્ટડી સોંપી હતી. ગુરુવાર સાંજે લગભગ 6:30 વાગ્યે, રાણાને લઈને યુએસ ગલ્ફસ્ટ્રીમ ૠ550 વિમાન દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટ પર ઉતર્યું. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું, ત્યારબાદ તેને સીધા ગઈંઅ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો. મુંબઈ આતંકવાદી હુમલાના આ માસ્ટરમાઇન્ડને કડક સુરક્ષા વચ્ચે પટિયાલા હાઉસ કોર્ટમાં લાવવામાં આવ્યો. રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. જોકે, રાણાને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે તેનો અંતિમ નિર્ણય કોર્ટના આદેશ પછી જ લેવામાં આવશે. દુનિયા આખી જાણતી હોય છતાં પણ, કોર્ટમાં આરોપીને આરોપી સાબિત કરવો એ પડકારજનક કામ છે. એટલે જ અટપટા કેસમાં ન્યાય મેળવવા માટે વકીલ બાહોશ હોય એ બહુ જરૂરી હોય છે, એમાં પણ આવા હાઈપ્રોફાઈલ અને ત્રાસવાદનો મામલો અને એ પણ અમેરિકા દ્વારા વર્ષો પછી પરત સોંપાયેલ ગુનેગારની વાત હોય ત્યારે ચેલેન્જ વધુ આકરી બની જાય છે. તહવ્વુર રાણા સામે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (ગઈંઅ)ના કેસનું નેતૃત્વ વરિષ્ઠ વકીલ અને પ્રખ્યાત ફોજદારી વકીલ દયાન કૃષ્ણન અને નરેન્દ્ર માનની બનેલી એક ટીમ કરશે.
- Advertisement -
બંને વકીલો પાસે ફરિયાદ પક્ષના કેસોનું નેતૃત્વ કરવાનો દાયકાઓનો અનુભવ છે. પ્રત્યાર્પણ કાયદાના નિષ્ણાત ગણાતા કૃષ્ણને યુએસ કોર્ટમાં રાણાના પ્રત્યાર્પણ માટે ભારતની દલીલોનું નેતૃત્વ કર્યું હતું. 26/11 ના હુમલા માટે લશ્કર-એ-તૈયબાના સ્કાઉટ ડેવિડ કોલમેન હેડલીના પ્રત્યાર્પણ માટેની કાર્યવાહીમાં ખાસ સરકારી વકીલ પણ હતા, અને યુકેથી ગુપ્ત માહિતી લીક કરવાના આરોપી નિવૃત્ત નૌકાદળ અધિકારી રવિ શંકરનના પ્રત્યાર્પણમાં સીબીઆઈના ખાસ સલાહકાર હતા. તેઓ હેડલીની પૂછપરછ કરવા માટે શિકાગોની મુલાકાત લેતી ચાર સભ્યોની ટીમમાં પણ હતા. ગોવા બાળ દુવ્ર્યવહાર કૌભાંડના આરોપી રેમન્ડ વર્લીના યુકેથી પ્રત્યાર્પણમાં તેઓ ભારત સરકાર વતી સીબીઆઈના ખાસ વકીલ પણ હતા. તેમની પાસે ગુનાહિત કેસ લડવાનો મોટો અનુભવ છે, તેમણે વર્ષોથી અનેક હાઇ-પ્રોફાઇલ કેસ સંભાળ્યા છે. તેમણે ફરિયાદી તરીકે જે મુખ્ય કેસ સંભાળ્યા છે તેમાં 2001નો સંસદ હુમલો કેસ અને 2012નો દિલ્હી ગેંગરેપ કેસનો સમાવેશ થાય છે, જેમાં આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. હાલમાં, કૃષ્ણન દિલ્હી પોલીસ, રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા સહિત અનેક સરકારી એજન્સીઓ માટે સેવારત છે. 1990માં દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી સ્નાતક થયેલા માન બોફોર્સ કેસ, 2018નો એસએસસી પેપર લીક કેસ અને જૈન-ડેરી હવાલા કેસ, કોમનવેલ્થ ગેમ્સ કેસ અને એઆઈસીટીઈ કૌભાંડ અને 1975માં ભારતના મુખ્ય ન્યાયાધીશ એએન રેની હત્યાના પ્રયાસ સાથે સંકળાયેલા કેસ સહિત અનેક કેસ પર કામ કર્યું છે. જાન્યુઆરી 2011થી એપ્રિલ 2019 સુધી, માનને દિલ્હી હાઈકોર્ટ સમક્ષ સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરવા માટે ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઈના ભૂતપૂર્વ વકીલ, 58 વર્ષીય એડવોકેટ નરેન્દ્ર માનને રાણાના કેસમાં ત્રણ વર્ષ માટે ગૃહ મંત્રાલયે ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.મુંબઈ હુમલાના પીડિતો અને મૃતકોને ન્યાય અપાવવા માટેના વર્ષોના સતત અને સંકલિત પ્રયાસો પછી આ પ્રત્યાર્પણ થયું છે.
16 વર્ષ પછી તેને ભારત પાછા લાવવા એ એક મોટી રાજદ્વારી અને ઐતિહાસિક સફળતા છે. ભારતના લોકો માટે એ ખૂબ જ સંતોષકારક રહેશે કે 16 વર્ષ પછી તેને આખરે તેના ગુનાઓની સજા મળશે. તે પાકિસ્તાન વિશે વધુ રહસ્યો જાહેર કરી શકે છે અને આ કેસમાં અન્ય માસ્ટરમાઇન્ડ કોણ હતા તે પણ કહી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મોટી સફળતા ગણી શકાય. ભારતમાં અને વિશ્વભરમાં મોદીની રણનીતિ અને કુટનીતિ તેમજ વ્યૂહાત્મક પગલા તરીકે આ બાબતને લોકોમાં ચર્ચાઈ રહી છે. લોકો માને છે કે આ એક મોટી સિદ્ધિ છે. આનાથી આતંકવાદીઓને સંદેશ મળે છે કે જો તેઓ ભારત પર હુમલો કરશે, તો તેઓ દુનિયાના કોઈપણ ખૂણામાં હશે, તેમને પકડવામાં આવશે, ભારતીય અદાલતોમાં મુકદ્દમા ચલાવવામાં આવશે અને સજા કરવામાં આવશે. તેમાંથી કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. રાણાની પૂછપરછથી મુંબઈ હુમલામાં પાકિસ્તાની એજન્સી ઈંજઈં ની ભૂમિકા અને ભારતમાં તેના સ્લીપર સેલની હાજરીનો ખુલાસો થશે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું પ્રત્યાર્પણ પીડિતોને ન્યાય અપાવવા માટે એક જરૂરી પગલું છે. વિભાગના પ્રવક્તાએ કહ્યું – રાણાનું પ્રત્યાર્પણ મુંબઈ હુમલામાં માર્યા ગયેલા 6 અમેરિકનો અને અન્ય ઘણા પીડિતોને ન્યાય અપાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર કહ્યું કે પાછલી સરકાર પણ આ કેસમાં શ્રેયને પાત્ર છે. તેમણે કહ્યું કે ગઉઅ સરકાર હાલમાં જે કંઈ કરી રહી છે તેનો શ્રેય લઈ શકે છે. પરંતુ તેમણે પાછલી સરકારને પણ શ્રેય આપવો જોઈએ જેણે ઘણું બધું કર્યું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે તહવ્વુર રાણાને ભારત લાવવાની પ્રક્રિયા 2009 માં યુપીએ શાસન દરમિયાન શરૂ થઈ હતી અને તેથી એનડીએ સરકારે તેનો બધો શ્રેય એકલા ન લેવો જોઈએ. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં અનેક સ્થળોએ નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવીને થયેલા હુમલાઓ કે જેમાં 166 લોકો માર્યા ગયા હતા અને 239 ઘાયલ થયા હતા આ મામલે ન્યાય મેળવવાના ભારતના અભિયાનમાં, રાણાનું પ્રત્યાર્પણ એક મોટી જીત છે, અત્યાર સુધી, ભારત હુમલા દરમિયાન જીવતા પકડાયેલા 10 આતંકવાદીઓમાંથી એકમાત્ર અજમલ કસાબ પર કેસ ચલાવવામાં સફળ રહ્યું છે, જેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને પછી 2012માં ફાંસી આપવામાં આવી હતી. જો કે, પાકિસ્તાને સતત હાફિઝ સઈદ, ઝકી-ઉર-રહેમાન લખવી અને અન્ય પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના કાર્યકરો પર કે જેમણે ભારત પર હુમલાઓનો આદેશ આપ્યો હતો અને તેમના માટે આતંકવાદીઓને તાલીમ આપી હતી, તેના પર કેસ ચલાવવામાં ભારતને મદદ કરવાનો ઇનકાર કર્યો છે