ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દુનિયામાં આતંકવાદની નિકાસ કરી રેહલા પાકિસ્તાનને હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યા જેવો ઘાટ ઘડાયો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓના એક હુમલામાં પાંચ બાળકો અને આઠ મહિલા સહિત 50 લોકોનાં મોત થયા છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના લોઅર કુર્રમમાં એક પેસેન્જર વાન પર થયો હતો. આ હુમલામાં પોલીસ અધિકારી અને મહિલાઓ સહિત 20થી વધુ લોકો ઘાયલ થયા છે.ખૈબર પખ્તુનખ્વામાં એક પેસેન્જર વાન લોઅર કુર્રમના ઓચુટ કાલી અને મંદુરી પાસેથી પસાર થતી હતી ત્યારે પહેલાથી ત્યાં ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ વાન પર અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, 200 જેટલા પેસેન્જર વાહનોનો કાફલો પારાચિનારથી પેશાવર જઈ રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. આ હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો શિયા કોમ્યુનિટીના હતા. સ્થાનિક પત્રકારે કહ્યું હતું કે, તાલિબાનોના પ્રભુત્વવાળા વિસ્તારમાં વાહનો પર હુમલો કરાયો હતો. પાકિસ્તાન મીડિયા મુજબ તહસીલ મુખ્યલાય હોસ્પિટલ અલીજઈના અધિકારી ડો. ગયૂર હુસૈને આ હુમલાની પુષ્ટી કરી છે. અધિકારીઓએ કહ્યું કે, મૃતકોમાંથી 14 લોકો પાસે કોઈ ઓળખપત્રો નહોતા. તેથી તેમની ઓળખ થઈ શકી નથી. અમે તેમના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
- Advertisement -
કોર્ટે જામીન પર છોડયા પછી થોડા કલાકોમાં ઈમરાન ખાનની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઇસ્લામાબાદ હાઈકોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઉપરના બીજા તોશાખાના કેસમાં જામીન આપ્યા પછી તેઓની મુક્તિની આશા બંધાઈ હતી. ત્યાં મોડી રાત્રે ગુરૂવારે વહેલી સવારે – આ પૂર્વ ક્રિકેટરની અશાંતિ ફેલાવવાના આરોપ નીચે ધરપકડ કરવામાં આવી છે. આથી તેઓની પાર્ટી પાકિસ્તાન-તહેરિક-એ-ઇન્સાફ (પી.ટી.આઈ.)ના કાર્યકરોમાં હતાશા તેમજ આક્રોશ વ્યાપી રહ્યો છે. ઈમરાન ખાન ઉપર એક કેસ તે છે કે તેઓએ ફેંકી દેવાની કિંમતે અત્યંત મોંઘા તેવા બલ્ગારી-ઝવેરાત, તોશાખાનામાંથી ખરીદ્યાં હતાં.
- Advertisement -
સર્વવિદિત છે કે જ્યારે કોઈ પણ દેશના ટોચના અધિકારીઓ વિદેશની મુલાકાતે જાય ત્યારે તેઓને બહુમૂલ્ય ભેટો આપવામાં આવે છે. જે તેઓએ રાષ્ટ્રીય કોષ (તોશાખાના)માં જમા કરાવવાની હોય છે. જો તેે તેમને ખરીદવી હોય તો તે ભેટનું બજાર ભાવે મૂલ્યાંકન કરાય તે કિંમતના ત્રીજા ભાગની કિંમત ચૂકવી કાયદેસર જ ખરીદી શકે. ઈમરાન ખાન ઉપર એવો આક્ષેપ છે કે તેમને મળેલી ભેટ તેમણે તોશાખાનામાં જમા તો કરાવી પછી ફેંકી દેવાની કિંમતે તે ખરીદી હતી. તમોને જાણીને આંચકો લાગશે કે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન ઉપર ઇસ્લામાબાદમાં 62 કેસ થયા છે, જ્યારે પંજાબ પ્રાંતમાં બીજા 54 કેસ થયા છે.