ડેલ્ટા વેરિયન્ટ બાદ ઓમિક્રોન દુનિયામાં દહેશત ફેલાવી રહ્યો છે
બાળકોનું વેક્સિનેશન કરાવવું જરૂરી
બ્રિટને બૂસ્ટર ડોઝ આપવાનું ચાલુ કર્યું
બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને ગેટ બૂસ્ટેડ નાઉનો માર્ગ અપનાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે ઓમિક્રોનને ગંભીરતાથી લેવો પડશે. હાઈ રિસ્ક ધરાવતા વિસ્તારોમાં બાળકોનું વેક્સિનેશન કરાવવું જોઈએ.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના વાઈરસ દુનિયાના અલગ-અલગ ભાગોમાં સ્વરુપ બદલીને પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ બાદ તેનાથી પણ ખતરનાક ઓમિક્રોન હવે દુનિયામાં દહેશત ફેલાવી રહ્યો છે. ઞજમાં બુધવારે એક જ દિવસમાં 2 લાખ 27 હજાર કેસો નોંધાયા છે, અને 1544 લોકોના મોત નોંધાયા છે. કોરોનાનો આ વધતો જતો કહેર સમગ્ર દુનિયા માટે ચેતવણી સમાન છે. UKમાં પણ 1 લાખ 6 હજાર કેસ નોંધાયા છે.
UKમાં એક જ દિવસમાં કોરોનાના એક લાખથી વધુ વ્યક્તિ કોવિડ પોઝિટિવ મળ્યા છે. જ્યારે ગયા સપ્તાહે મહત્તમ કેસ 93,045 હતા. યૂકેના અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે કોરોનાના 1,06,122 સંક્રમિતો સામે આવ્યા છે. અને કોરોનાના કારણે 28 દિવસમાં 140 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: યુરોપમાં લૉકડાઉનની શક્યતા
https://khaskhabarrajkot.com/2021/12/22/possibility-of-lockdown-in-europe/