બનાસકાંઠાના છાપી ગામે માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસ કર્મી એ ચાલકને રોકતા તેને પોલીસ કર્મી ઉપર હુમલો કર્યો હતો. જ્યાં ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસકર્મી વનાજી ઠાકોરને ઇજા થતાં તેને હોસ્પિટલ દાખલ કર્યા હતા. આ ઘટના બાદ હુમલો કરનાર ઈસમ ને ધરપકડ કરી તેને છાપી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પોલીસકર્મી વનાજી ઠાકોરને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડાવામાં આવ્યા છે. (અહેવાલ : જયેશ મોદી, પાલનપુર )