જૂનાગઢ શહેરમાં આઇવીએફની કલ્પના કરી તેને સાકાર કરનાર ડૉ. ડી.ડી. ભાદરકાની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
ડૉક્ટર બન્યો પણ જેના ચહેરા પર ખુશી જોવી હતી, તેવા મારા પિતા હયાત ન હતા : ડૉ. ભાદરકા
- Advertisement -
સફળતા કોઇને બેસી રહેવાથી મળતી નથી. સફળ થવા માટે માત્ર એક જ વ્યક્તિની મહેતન કે સંઘર્ષ નહી,પરંતુ પરિવારનાં સભ્યોનો પણ તેમા સિંહફાળો હોય છે. આવા સંઘર્ષનાં દિવસોમાં ઘરનાં મોભીની છત્રછાયા ગુમાવી દે તો વ્યક્તિ ભાંગી પડતો હોય છે. આવો કુતિયાણાનો પરિવાર કે જેણે ઇશ્ર્વરે આપેલી દરેક કસોટીમાંથી પસાર થઇ પોતાની જ નહી પરંતુ અનેક લોકોનાં ચહેરા ઉપર ખુશી લાવ્યા એ છે, ડૉ.દેવરાજ ડી. ભાદરકા. કુતિયાણાનાં સામાન્ય પરિવારનાં ધરણાંજતભાઇ ભાદરકા અને મણીબેન ભાદરકારનાં ઘેર 19 ઓક્ટોબર 1984નાં દેવરાજ નામનાં પુત્રનો જન્મો થયો. સાધારણ પરિવારે પુત્રને ઉચ્ચશિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો. માતા-પિતા સામાન્ય હોવા છતા સંતાનો માટે શ્રેષ્ઠ શિક્ષણનાં સ્વપ્ના જોતા હતાં.મેડીલક સુધી અભ્યાસ કરી દેવરાજ ભાદરકાએ ડૉક્ટરની પદવી મળવી. ડૉ. ડી.ડી.ભાદરકાએ પ્રથામીક શિક્ષણ કુતિયાણામાં મેળવ્યું. બાદ ધોરાજી,ઉપલેટામાં શિક્ષણ લીધું અને અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો. કહેવા છે કે કુદરતની લીલા પણ અપરંપાર છે. તેવુ જ દેવરાજ ભાદરકા સાથે બન્યું. એમબીબીએસમાં પ્રવેશ મળ્યો ત્યારે જ પિતાજીનું નિધન થયુંં. ઘરની તમામ જવાબદારી માતા ઉપર આવી ગઇ.
નિસંતાનપણું દરેક વ્યક્તિ માટે કષ્ટદાયક હોય છે. તેમનું જીવન નિરાશામય બની જતું હોય.માનસિક પીડા કોઇને કહી પણ શકતા નથી.સંતાનની માટે દવાખાના ખેડતા હોય છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં નિસંતાન દંપતિઓએ રાજકોટ,અમદાવાદ અને ઉદયપુર સુધી જવતું પડતું હતું. જૂનાગઢમાં તેમનાં દર્દીની કોઇ દવા ન હતી.ત્યારે જૂનાગઢમાં ડૉ. દેવરાજ ડી.ભાદરકાએ આઇવીએફની કલ્પના કરી. આ માત્ર કલ્પના જ ન હતી.પરંતુ તેને સાકાર કરવા અથાગ મહેતન કરી. જૂનાગઢમાં સર્વપ્રથમ ટેસ્ટટયુબ બેબી સેન્ટરનો પ્રારંભ કર્યો અને આજે અનેક નિસંતાન દંપતિનાં ચહેરા ઉપર આંનદ અને ખુશી આપી રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં આઇવીએફની કલ્પનાને સાકાર કરનાર ડૉ. ડી.ડી. ભાદરકાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત…
- Advertisement -
દંપતીનાં ચહેરા ઉપર ખુશી અને આનંદ લાવવો એ જ મારા જીવનનો ધ્યેય: ડૉ.ભાદરકા
MBBSમાં પ્રવેશ મળ્યો અને ડૉ.ભાદરકાનાં પિતાનું નિધન થયું, માતાએ ખેતી કરી ભણાવ્યાં
મેડિકલમાં પ્રવેશ મળવ્યા બાદ પાછુ વળવું પણ યોગ્ય ન હતું. શિક્ષણનો ખર્ચ ઉઠાવવો પણ મુશ્કેલ હતો. બે સંતાનો અભ્યાસ કરી રહ્યાં હતાં. આ અંગે ડૉ. ડી.ડી. ભાદરકારએ કહ્યું હતું કે, એમબીબીએસમાં પ્રવેશ લીધાની સાથે જ મારા પિતાનું નિધન થયું હતું. માતા એ જ ખેતી કામ કરી બન્ને ભાઇને અભ્યાસ કરાવ્યો. અભ્યાસ માટે પાંચ વિઘા જમીન વેંચવી પડી હતી. સંઘર્ષ મય દિવસોમાં માતાએ હિંમત હર્યા વિના અભ્યાસ કરાવ્યો હતો. એક સમયે હાથમાં ડૉક્ટરની પદવી હતી. ડૉક્ટરની પદવી હાથમાં હોવા છતા જીવનમાં કંઇ ગુમાવવાનો અફસોસ હતો. ડૉક્ટર બન્યો પણ જેના ચહેરા ઉપર ખુશી જોવી હતી તેવા મારા પિતા હયાત ન હતાં. એમબીબીએ પૂર્ણ કર્યા બાદ ડૉ. ડી.ડી. ભાદરકાએ એમએસ ગાયનેક અને આઇવીએફ સ્પેશ્યાલીસ્ટલેપ્રોસ્કોપી ટ્રેનીંગ (જર્મની) સુધી અભ્યાસ કર્યો. વર્ષ 2011થી જૂનાગઢમાં ડૉક્ટર તરીકની શરૂઆત કરી. જૂનાગઢમાં ગાયનેક તરીકે શરૂઆત કરી ત્યારે જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રે ઘણી ઘટ હતી.નિસંતાન હોય તેવા દંપતીઓએ રાજકોટ,અમદાવાદ સુધી ધકકા થતા હતાં.ત્યારે ડૉ. ડી.ડી. ભાદરકાએ આઇવીએફની કલ્પના કરી. આ કલ્પનાને સાકાર કરી. જૂનાગઢમાં સર્વપ્રથમ ટેસ્ટટ્યુબ બેબી સેન્ટરનો પ્રારંભ કર્યો.આજ સુધીમાં 2000 જેટલા દર્દી આઇવીએફથી સંતોષકાર સારવાર આપી. 12 હજાર જેટલા ઓપરેશન કર્યાં. ડૉ. ડી.ડી.ભાદરકાએ પોતાનો લક્ષ્યાંક અને વિચારો અંગે કહ્યું હતું કે,નિરાશ દંપતિનાં ચહેરા ઉપર ખુશી અને આંનદ લાવવો મારો લક્ષ્યાંક છે અને એ જ મારા જિવનની સાર્થકતા છે. ટેસ્ટટ્યુબ બેબીની સારવાર માટે લોકોને રાજકોટ,અમદાવાદ, ઉદયપુર સુધી જવું પડતું હતું. અને ખર્ચાળ પણ હતું. જૂનાગઢમાં આ સેવાનો પ્રારંભ કરી જૂનાગઢની નવી ઓળખ ઉભી કરી છે. કંઇક નવુ કરવાની ઇચ્છા જ વસ્તુ આપણા ગજા બહારની હોય તેમા પણ હિંમત કરી આગળ વધવું જોઇએ. તમારા ખુદ ઉપર વિશ્ર્વાસ હોવો જોઇએ. પોતાની જાત ઉપર વિશ્ર્વાસ હોય તો કોઇપણ સિધ્ધી પ્રાપ્ત કરવામાં દુનિયાની કોઇ તાકાત તમને રોકી શકતી નથી. હાથ પર હાથ રાખીને બસી રહેવાથી કે અફસોસ કરવાની કશું પ્રાપ્ત થવાનું નથી.યુવાનોએ પણ સફળ થવું હશે તો તેની એક ચાવી છે મહેનત. સ્વભાવ હંમેશા શાંત રાખવો અને કોઇ પણ વસ્તુ પામવા ઉતાવળ ન કરવી જોઇએ. ડૉ. ડી.ડી. ભાદરકાએ પ્રાઇડ ઓફ ભારત દ્વારા દિલ્હી ખાતે લીડીંગ આઇવીએફ સેન્ટર ઓફ ધી યર (ગુજરાત)નો એવોર્ડ પ્રાપ્તા કર્યો છે. તેમજ 20થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ડેલીગેટ તરીકે ભાગ લીધો છે.
વાંચન, વિવિધ દેશમાં ફરવાનો શોખ, પરિવાર પહેલાં
ડૉ.ભાદરકાએ નિરાશ દંપતીનાં ચહેરા પર ખુશી લાવવીએ શોખ બની ગયો છે.આ ઉપરાંત ડૉ.ભાદરકાને વિવિધ દેશમાં ફરવા જવું પસંદ છે. તેમજ વંચાનનો શોખ ધરાવે છે. અને હંમેશા પરિવારને પ્રાથમિકતા આપે છે. પરિવારમાં પત્નિ ડૉ. મનિષા, પુત્ર, પુત્રી છે. નાનાભાઇ છે.
માતા-પિતા જ પ્રેરણાસ્ત્રોત, ધોરણ-12નું પરિણામ યાદગાર ક્ષણ
ડૉ. ડી.ડી. ભાદરકા પોતાનાં માતા -પિતાને પ્રેરણાસ્ત્રોત માને છે. કારણે કે,તેમાન જિવનમાંથી આગળ વધવાની અને અથાગ મહેનત કરવાની પ્રરેણા મળી છે. તેમનું કહેવું છે કે, માતા-પિતાથી વધારે બીજુ કોઇ પ્રેરણાદાયી નથી. તેમજ ધોરણ 12નું પરિણામ આવ્યું અને જેનાથી મારા અને મારા પરિવારનાં સ્વપ્ન સાકાર થયા તે યાદગાર ક્ષણ છે.તેમજ જૂનાગઢમા આઇવીએફની કલ્પના અને તેની સાકાર કરવી. આ ઉપરાંત નિસંતાન દંપતીનાં ચહેરા પરનો રાજીપો કાયમી યાદગાર બની રહે છે.